On the occasion of Rakshabandhan, Param Pujya Mahant Swami Maharaj has advised all santos and devotees that it is an occasion of pure sentiments and auspicious prayers. But this year, in the light of the Covid pandemic, this occasion should be celebrated virtually without physically getting together. Convey your wishes only through social media postings, instead of sending rakhdi through courier or post. With prayers for everyone's safety and well-being. 
- Sadhu Ishwarcharandas

રક્ષાબંધન પર્વ અંગે નિવેદન

રક્ષાબંધન પર્વ અંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે સંતો-ભક્તોને આજ્ઞા કરી છે કે રક્ષાબંધન પવિત્ર ભાવનાઓ અને માંગલિક પ્રાર્થનાનું પર્વ છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની સમસ્યાને લક્ષમાં રાખીને અરસ પરસ એકબીજાના ઘરે ગયા સિવાય, પ્રાર્થના રૂપી રાખડીઓ દ્વારા આ પર્વ ઊજવવું.
કુરિયર કે પોસ્ટ દ્વારા પણ રાખડી મોકલવી નહીં, તેને બદલે સ્નેહીજનોને સોશિયલ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલી શકાય. ભગવાન સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવી.
- સાધુ ઈશ્વરચરણદાસ

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS