અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશન
યુવાનોની સુષુપ્ત શક્તિઓ ખીલે, તેનામાં આધ્યાત્મિકતા અને નૈતિકતા વિકસે, તેમજ યુવાનો પોતાની શક્તિ-પ્રતિભાનો ઉપયોગ રચનાત્મક માર્ગે કરી શકે તે માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે યુવા અધિવેશનો યોજવાનો પ્રારંભ કર્યો હતો. એ પરંપરાને આગળ ધપાવતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કર્યો હતો. તેઓના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે, સન 2019માં અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશન યોજાશે. આ યુવા અધિવેશનમાં વચનામૃત મુખપાઠ, વચનામૃત પ્રશ્નોત્તરી, પ્રવચન, નિરૂપણ, નિબંધ લેખન, સંવાદ-અભિનય, આધ્યાત્મિક વિડિયો શો તથા શોર્ટ ફિલ્મ મેકિંગ, પ્રેરક પોસ્ટર મેકિંગ વગેરે સ્પર્ધાઓ દ્વારા યુવાનોની પ્રતિભાને આધ્યાત્મિકતા સાથે ખીલવાની સુંદર તક પ્રાપ્ત થશે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત આ યુવા અધિવેશન અંગેનું કેટલુંક સાહિત્ય સ્પર્ધાર્થી યુવાનો માટે અહીં ઉપલબ્ધ છે, જેને ડાઉનલોડ કરીને યુવાનો અધિવેશનની વિશેષ તૈયારીઓ કરી શકશે.
આવો, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં આ અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશનને શાનદાર રીતે ઉજવીએ.