Sarangpur Mandir Centenary Celebrations
 

Date: 13/05/2016, Evening 7:00 – 10:00

BAPS Shri Swaminarayan Mandir, Sarangpur
 

Request Form

A hundred years ago, Shastriji Maharaj gifted the world with a grand shikharbaddh mandir in Sarangpur. To celebrate 100 years of divine memories, a grand festival will take place on Friday, 13th May, 2016, in the divine presence of Pragat Guruhari Pramukh Swami Maharaj. Pujya Sadguru Sadhus have invited all devotees to attend and enjoy the ‘Sarangpur Mandir Centenary Celebrations’. HH Pramukh Swami Maharaj’s darshan during the festival will be dependent on his health.

 

The celebration details are as follows:

  • The celebration will take place on Friday, 13th  May 2016, in the evening from 7:00pm to 10:00pm
  • Entry into the main sabha will begin at 5:30pm.
  • Since many devotees will be attending the celebration, devotees arriving after 5:00 pm should not go for Thakorji’s darshan at Mandir, but instead, reach the sabha directly. Thakorji’s darshan will be displayed on the screen from time to time.
  • On the day of the celebration, devotees visiting Gadhada for darshan should have lunch in Sarangpur. Lunch will be served until 2:00pm.

 

Regarding Accommodation:

  • Since the festival is in the evening, it is possible for devotees from Gujarat to attend the festival in the evening and then return home the same night. For this reason, there will be no accommodation provided, in either Sarangpur or Gadhada, for devotees from Gujarat.
  • Both foreign devotees and those from outside of Gujarat who have homes in Saurashtra, Middle Gujarat, or North Gujarat (Amdavad, Mahesana, Anand, Nadiad, Vadodra, Rajkot, etc.) are requested to stay at their homes and arrive for the utsav only. They should plan to reach their homes after the celebrations.
  • For devotees from abroad and outside Gujarat without arrangements as described above, accommodation will be provided in or around the Sarangpur and Gadhada area as per availability.
  • Devotees arriving from foreign countries and outside Gujarat are requested not to bring their friends or family from Gujarat with them for accommodation.
  • Devotees arriving on 13th May 2016, will be able to obtain their accommodation until 2:00pm. Those arriving after 2:00pm should approach the accommodation office at night after the utsav celebrations are over.
  • Please bring minimum luggage with you. Avoid bringing valuables and extra cash.
  • We apologize for any inconvenience and request your support in these arrangements.

 

For Accommodation Registration

  • Please fill the accommodation request form before 25/04/2016. You will receive a registration confirmation number.
  • If for any reason you need to cancel or change your accommodation request, please contact the Sarangpur Accommodations Office immediately quoting your registration confirmation number.

 

For additional details, please contact:

Sarangpur Mandir Accommodation Office

Phone: +91 7069065500 e-mail: [email protected]

 

સમગ્ર BAPS પરિવાર માટે ખૂબ જ આનંદની વાત છે કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સારંગપુરમાં શિખરબદ્ધ મંદિર બનાવ્યું તેને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. સો-સો વર્ષની સ્મૃતિઓને ચિરંતન બનાવતો ‘સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ’ પ્રગટ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં તા. ૧૩/૦૫/૨૦૧૬, શુક્રવારના રોજ ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાશે. પૂ. સદ્‌ગુરુ સંતોએ પણ સૌ હરિભક્તોને શતાબ્દી મહોત્સવમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે. આ ઉત્સવમાં પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શનનો લાભ તેઓના સ્વાસ્થ્યની અનુકૂળતા પ્રમાણે પ્રાપ્ત થશે.

            આ ઉત્સવનો લાભ લેવા પધારનારા હરિભક્તોની સુવિધા સારી રીતે સચવાય તે માટે કેટલીક અગત્યની સૂચનાઓ ધ્યાનમાં લેવા વિનંતી.

  • શતાબ્દી મહોત્સવ તા. ૧૩/૦૫/૨૦૧૬, શુક્રવારના રોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન યોજાશે.
  • શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા માટે સભામંડપમાં પ્રવેશ સાંજે ૫:૩૦ વાગ્યાથી પ્રાપ્ત થશે.
  • મહોત્સવમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો આવનાર હોવાથી વ્યવસ્થા સચવાય તે માટે મહોત્સવના દિવસે ૫:૦૦ વાગ્યા પછી કોઈપણ હરિભક્તોએ મંદિર દર્શને ન જતાં સીધા જ મહોત્સવ સ્થળે પહોંચવું. સભા દરમ્યાન ઠાકોરજીનાં લાઈવ દર્શન સમયે સમયે થતાં રહેશે.
  • શતાબ્દી મહોત્સવના દિવસે ગઢડા દર્શન કરીને આવતા હરિભક્તોએ બપોરે ભોજન સારંગપુરમાં જ લેવું. સારંગપુરમાં બપોરે ૨:૦૦ વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

 

ઉતારા અંગે :

  • ગુજરાતના હરિભક્તો સમૈયાના દિવસે નીકળી ઉત્સવના સમયે સારંગપુર પહોંચી શકશે. આથી ગુજરાતના કોઈ હરિભક્તોની સમૈયાના દિવસે સારંગપુર કે ગઢડામાં ઉતારાની વ્યવસ્થા થઈ શકશે નહીં, તો આ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી.
  • પરદેશના કે પરપ્રાંતના જે હરિભક્તોનું ઘર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત કે ઉત્તર ગુજરાતમાં હોય (અમદાવાદ, મહેસાણા, આણંદ, નડિયાદ, વડોદરા કે રાજકોટ સુધીના અંતરે હોય) તો ત્યાં રહીને ઉત્સવના દિવસે જ લાભ લેવા આવી રાત્રે નીકળી જવાય એવું આયોજન કરવા વિનંતી, જેથી ઉતારાની ભીડને લીધે અગવડ ન પડે.
  • પરદેશ કે પરપ્રાંતના જે હરિભક્તોને ગુજરાતમાં નજીકના સ્થાનમાં સગવડ ન હોય તેમને સારંગપુર, ગઢડા કે આજુબાજુના વિસ્તારોમાં વ્યવસ્થા પ્રમાણે ઉતારો પ્રાપ્ત થશે.
  • ઉતારાની અગવડને લીધે પરદેશ અને પરપ્રાંતથી પધારનાર હરિભક્તો સમૈયામાં ગુજરાતમાં રહેતા પોતાના સ્નેહીજનોને ઉતારા માટે પોતાની સાથે ન લાવે તે ઇચ્છનીય છે.
  • ઉત્સવના દિવસે આવનાર જે હરિભક્તોને ઉતારો મેળવવાનો છે તેઓએ તા. ૧૩/૦૫/૨૦૧૬, શુક્રવારે બપોરે ૨:૦૦ વાગ્યા પહેલાં ઉતારો પ્રાપ્ત કરી લેવો. ૨:૦૦ વાગ્યા પછી આવનાર હરિભક્તોને ઉતારો રાત્રે ઉત્સવ પૂર્ણ થયા બાદ પ્રાપ્ત થઈ શકશે.
  • સમૈયામાં લાભ લેવા પધારો ત્યારે જરૂર પૂરતો જ સામાન સાથે લાવવો. કિંમતી વસ્તુઓ અને વધારે રોકડ રકમ સાથે ન લાવવી.

 

ઉતારા રજિસ્ટ્રેશન અંગે :

  • ઉતારા માટે આ સાથે મુકવામાં આવેલ ઉતારા રીક્વેસ્ટ ફોર્મ તા. ૨૫/૦૪/૨૦૧૬ સુધીમાં ભરવું. ત્યાંથી આપના રજીસ્ટ્રેશનનો કન્ફર્મેશન નંબર પણ પ્રાપ્ત થશે.
  • કોઈ કારણસર ઉત્સવમાં આવવાનો કાર્યક્રમ રદ થાય અથવા આવનાર વ્યક્તિઓની સંખ્યામાં ફેરફાર થાય તો પણ સારંગપુર ઉતારા વિભાગને વહેલી તકે અવશ્ય જાણ કરવી.

 

ઉતારા અંગે વિશેષ માહિતી માટે સંપર્કઃ

ફોન નં. : +૯૧ ૭૦૬૯૦૬૫૫૦૦,

E-Mail  : [email protected]

 

Accommodation Request for Sarangpur Mandir Shatabdi Mahotsav 2016 is closed.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS