Pujya Ishwarcharan Swami
Brahmavihari Swami
Nature and the environment are an integral part of our life. Since ancient times, Hindus have respected and cared for nature in all its forms. A healthy, thriving natural environment is essential for sustaining healthy human life. Thus, it is everybody’s responsibility to ensure that nature and the environment are cared for and nurtured in a way that will continue to support the well-being of all.
The BAPS Swaminarayan Sanstha has contributed to this effort in many ways for many years. Under the guidance of His Holiness Pramukh Swami Maharaj, BAPS has advocated and implemented numerous projects that promote environmental care.
In India, the UK, North America, Africa, Australia, New Zealand and other parts of the world, BAPS volunteers have engaged in tree-planting, recycling, water conservation and other projects. In addition, BAPS has endeavored to use environment-friendly construction and building maintenance techniques whenever possible at its 1,200 mandirs worldwide.
Continuing this care for nature and the environment, Param Pujya Mahant Swami Maharaj has appealed to all BAPS devotees that, on 30 August 2020 at 11.00 a.m. (local time), all should honor nature to promote environmental care and awareness. He has requested that all devotees, while adhering to safety guidelines for the coronavirus pandemic, perform the pujan and arti of an easily accessible tree or tulsi plant.
In Nenpur, Gujarat, Param Pujya Mahant Swami Maharaj will also perform pujan and arti of a tree at this time to inspire all to continue to care for the environment and nature.
On this occasion, BAPS International Activities Convener Pujya Ishwarcharan Swami said, ‘From the Vedic times until today, our leaders have urged us to take care of our environment. His Holiness Pramukh Swami Maharaj inspired all to take care of the environment, by engaging in various environmental activities including the planting of thousands of trees. His Holiness Mahant Swami Maharaj continues this task today, inspiring everyone to take care of the environment. We need to carry on this nature-friendly heritage, appreciate God’s divinity at work in nature, pass on these values to the next generation and resolve to continue to care for our surroundings. Respecting nature is a habit to be practiced throughout our life, not just for a day. Pramukh Swami Maharaj often said that if we take care of nature, nature will take care of us. Living in tune with nature will make our lives more meaningful and happy, and will benefit future generations.’
 

નર્મદા અભિયાનથી લઈને વૃક્ષારોપણ અને ચેકડેમથી લઈને પશુધનની સુરક્ષા સુધી પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા કૃત
વૃક્ષારોપણ-પ્રકૃતિ સેવાઓ

 

પ્રકૃતિની મહત્તા, ઉપયોગિતા અને ઉપાસના એ આપણી સંસ્કૃતિનો આધાર છે. વૃક્ષોમાં સંવેદના અને જીવ છે તેવું વિજ્ઞાને સાબિત કર્યું તે પહેલાં પણ પ્રાચીન ભારતમાં વૃક્ષ-વિજ્ઞાની ઋષિમુનિઓએ વનસ્પતિઓને સજીવ તરીકે સંબોધન કરેલ છે અને વૃક્ષોને માનવ-કલ્યાણ કરવા સ્તુતિ કરેલ છે. વનોમાં પાંગરેલી આપણી સંસ્કૃતિના કારણે વૃક્ષો આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યાં છે. આપણી વાણી-વર્તન, ખોરાક, આવાસ, પર્યાવરણ, નૃત્ય-ગીતો, શિલ્પ-સ્થાપત્ય, વાર-તહેવાર, કલા-કવિતા અને અંગ અંગ સાથે વણાઈ ચૂક્યાં છે. વૃક્ષો અને પર્યાવરણ સાથેનો આપણો સંબંધ કાયમ માટે અને સુવ્યવસ્થિત જળવાઈ રહે તે માટે જાગ્રત, સંવેદનશીલ અને પ્રયત્નશીલ થવાનો સમય આવી ચૂક્યો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક જાગ્રત મહાપુરુષ તરીકે પ્રકૃતિની સુરક્ષા માટે અને વૃક્ષોના જતન માટે નોîધપાત્ર કાર્ય કરીને સૌને ઉત્તમ પ્રેરણાઓ આપી છે. તેઓ તથા તેમના આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજના આદેશથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ વિરાટ પાયે લાખો લોકોને જોડતું વિરાટ વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક યોજ્યું છે. વિવિધ સમયે આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન દ્વારા  અત્યાર સુધીમાં કુલ ૨૫ લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરાવેલ છે.
વૃક્ષો પર્યાવરણની સમતુલા જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને શ્વાસમાં લઈ, વૃક્ષો દ્વારા ઓક્સિજન આપવામાં આવે છે. જેનાથી પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે. વૃક્ષોનાં મૂળ જમીન સુધી ઊંડાં જતાં હોઈ, વરસાદને કારણે થતું જમીનનું ધોવાણ ઘટે છે. આથી જમીનની ફળદ્રૂપતા જળવાઈ રહે છે. આ ઉપરાંત બી.એ.પી.એસ. સંસ્થાએ ઠેર ઠેર ગ્રામીણોમાં લોકજાગૃતિ આણીને વૃક્ષોના જતન પ્રત્યે સૌને સભાન કરવાનો પ્રયત્ન કર્યો છે.
વૃક્ષારોપણ અને વૃક્ષ-જતન અંગેની જાહેર જનજાગૃતિ માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ભારત ઉપરાંત આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે.-યુરોપ, અમેરિકા-કેનેડા વગેરે ખંડો-દેશોમાં પણ મહા-અભિયાન આદર્યું છે. સમગ્ર નોર્થ અમેરિકા અને યુ.કે.-યુરોપ ખાતે ૨૫,૦૦૦થી વધુ સ્વયંસેવકોને જોડીને વિશાલ પાયે પદયાત્રાઓ દ્વારા વૃક્ષારોપણ અભિયાન જાગૃતિનો શંખ ફૂંકવામાં આવ્યો છે અને પ્રતિ વર્ષે આ આયોજન ખૂબ સફળતાપૂર્વક પર્યાવરણની સેવામાં મોટું યોગદાન આપે છે.
આ જ શ્રુંખલામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આદેશ આપ્યો છે કે તા. 30 ઓગષ્ટ ૨૦૨૦ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે (સ્થાનિક સમય)  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના હરિભક્તોએ કોરોના મહામારીના નીતિ-નિયમોને લક્ષમાં રાખીને પ્રકૃતિ-વંદના કરવી અને નજીકમાં ઉપલબ્ધ હોય ત્યાં વૃક્ષ-પૂજન કે તુલસી-પૂજન કરી આરતી ઉતારવી. નેનપુર ખાતે બિરાજમાન પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આ સમયે વૃક્ષ-પૂજન કરી આરતી ઉતારશે અને સૌને પ્રકૃતિના જતન-સંવર્ધનનો સંદેશ આપશે.
આ અંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું છે કે ‘આપણી મહાન વૈદિક પરંપરાથી લઈને આજ પર્યંત અનેક મહાપુરુષોએ આપણને પ્રકૃતિનું જતન કરવાની પ્રેરણા આપી છે. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સેવાના કાર્યો કરીને હંમેશા સૌને પ્રકૃતિના જતનની પ્રેરણા આપી છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ હંમેશા પ્રકૃતિના જતનની પ્રેરણા આપતા રહ્યા છે. આવા આપણા ભવ્ય વારસાને આપણે જાળવીએ, પ્રકૃતિમાં પરમાત્માને નિહાળવાની દૃષ્ટિ કેળવીએ, આપણી નવી પેઢીમાં પણ પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ આણીએ, અને પ્રકૃતિનું જતન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા લઈએ. પ્રકૃતિ-વંદનાનો કાર્યક્રમ કોઈ એક દિવસની બાબત નથી પરંતુ, જીવનપર્યંતની બાબત છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે આપણે પ્રકૃતિનું જતન કરીશું તો પ્રકૃતિ આપણું જતન કરશે. પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવીને આપણે જીવતા શીખીશું તો આપણું જીવન વધુ સુખી બનશે અને ભવિષ્યની પેઢીને પણ વધુ સુખી રાખશે.’

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS