On the auspicious occasion of Guru Purnima, Guruhari Param Pujya Mahant Swami Maharaj presented a special gift to the BAPS satsang community in the form of a book.
Written by Pragat Brahmaswarup Mahant Swami Maharaj himself in Gujarati, 'Satsang Diksha' is a concise text which forms a part of the voluminous 'Akshar-Purushottam Samhita'. The Gujarati prose is also presented as 315 Sanskrit verses.
In 'Satsang Diksha', based on the teachings of Bhagwan Swaminarayan, Mahant Swami Maharaj concisely describes the philosophical principles to be understood and the daily personal practices of devotion to be undertaken by all BAPS devotees. 
This text represents a special message directly from Guruhari Mahant Swami Maharaj to all BAPS devotees, clearly revealing the path everyone must follow to attain Ekantik Dharma and experience the bliss of God.
He has requested every devotee to read it daily.
 

Download Books and Audio

 

ગુરુપૂર્ણિમા પર્વે સત્સંગ સમાજને ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા વિશિષ્ટ ભેટ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સ્વયં એક નૂતન ગ્રંથ લખીને તા. 5 જુલાઈ 2020 ના રોજ ગુરુપૂર્ણિમાના આશીર્વાદ રૂપે સત્સંગ સમાજને વિશિષ્ટ ભેટ આપી છે. ગ્રંથનું નામ છે -  "સત્સંગદીક્ષા". પરમ પૂજ્ય  સ્વામીશ્રીએ ગુજરાતીમાં લખેલા આ ગ્રંથને સંસ્કૃત શ્લોકમાં ગૂંથીને તૈયાર કરવામાં આવ્યો છે.
પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત ભક્તિમાર્ગનું નિરૂપણ કરતા શાસ્ત્ર -  'અક્ષરપુરુષોત્તમ સંહિતા' એ નામના ગ્રંથ અંતર્ગત આ 'સત્સંગદીક્ષા' ગ્રંથને સમાવવામાં આવ્યો છે.
આ 'સત્સંગદીક્ષા' ગ્રંથમાં અંતર્દૃષ્ટિ, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, આત્મવિચાર, ભગવાનના કર્તૃત્વનો વિચાર, ગુણગ્રહણ. દિવ્યભાવ, ઘરસભા, અઠવાડિક સભાઓ, નિત્ય વાંચન, શાસ્ત્રવાંચન, બાળસંસ્કાર, યુવાસંસ્કાર, સદાચાર, તત્વજ્ઞાન, ભક્તિ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌ ભક્તોને આ 'સત્સંગદીક્ષા' ગ્રંથના નિત્ય પાઠનો આદેશ આપ્યો છે.
આ ગ્રંથની પ્રિન્ટેડ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. હાલ નિત્યપાઠ માટે આ  'સત્સંગદીક્ષા' ગ્રંથની ડાઉનલોડ કરી શકાય તેવી પી.ડી.એફ. અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. સૌ હરિભક્તો  તેને ડાઉનલોડ કરીને  નિત્ય પાઠ  કરી શકશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS