શ્રી સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ

તા. 11 નવેમ્બર 2024, કારતક સુદ 10, સોમવાર

‘યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે.’ - શ્રીમદ્ભગવદ્ગીતા
‘યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.’ - ઉપનિષદ
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો.
  • યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે.
  • યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે.
  • યજ્ઞ એ જીવનનો અમૂલ્ય લહાવો છે.
ગુજરાત સદૈવ જેમનું ૠણી છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામોગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ એ જ યજ્ઞીય પરંપરાને વિસ્તારી છે.
એ જ શૃંખલામાં, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના આંગણે તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક વિશ્વશાંતિ શ્રી સ્વામિનારાયણ મહાયાગનું ભવ્ય આયોજન પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય સંનિધિમાં કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં હજારો ભાવિકો યજ્ઞનારાયણને આહુતિ આપી જીવન ધન્ય કરશે.
ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિપ્રતિષ્ઠાના અણમોલ અવસરે યોજનારા આ મહાયજ્ઞમાં આપ પણ જોડાઈને આપના જીવનને ચિરંતન સ્મૃતિઓથી ધન્ય બનાવો એ જ અભ્યર્થના.
યજ્ઞ સમય : સવારે 5:30 થી 9:00
તા. 11 નવેમ્બર 2024, કાર્તિક સુદ 10, સોમવાર
યજ્ઞ સેવા : (₹) 21,111
આપની સેવાની રકમ અક્ષરધામ તથા હરિમંદિર ખાતે પણ સ્વીકારાશે. સેવાનો ચેક/ડ્રાફ્ટ ‘બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ (BAPS)ના નામનો આપવાનો રહેશે.
સંપર્ક : યજ્ઞ વિભાગ,
તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
સ્વામિનારાયણ અક્ષરધામ
હરિમંદિર ‘જ’ રોડ, સેક્ટર 20, ગાંધીનગર-382020
ફોન નં. +91 9426585560
પ્રયોજક : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા
અધ્યક્ષ : પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ

 

Gandhinagar Yagna

Donation

For Donation by Indian Citizens only

Donation for Gandhinagar Yagna Seva
I would like to donate (₹)
Amount (₹)
Contact Information
Full Name
Address
City
State
Country
Pin Code
Email
Mobile
PAN Number*  
Terms of Donation
  1. Please note that only donations towards BAPS Swaminarayan Sanstha, India, are accepted through this page. Contributions for foreign project / citizens / calamities abroad are not accepted.
  2. Donations once made cannot be cancelled nor refunded.
  3. Donation receipts can be downloaded and printed from this website after successful transactions. Receipts cannot be downloaded later.
  4. For any queries please contact on [email protected] email.

Yes, I am an Indian Citizen and I have read and agree to the Terms of Donation.
 

Type code shown in image



 

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS