પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
એક યુવક દર્શનની હરોળમાં ઊભો હતો. એની આગળ બે-ચાર વ્યક્તિઓએ સ્વામીશ્રી પાસે એવા આશીર્વાદ માગ્યા કે અમારું અમેરિકા અને કેનેડાનું થઈ જાય. વારો આવતાં આ યુવકે સ્વામીશ્રીને કહ્યું : ‘બાપા ! મારે પરદેશના કોઈ વિઝા જોઈતા નથી, અક્ષરધામના વિઝા આપો.’
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : ‘ભગવાનનો દૃઢ આશરો થયો એટલે અક્ષરધામના વિઝા મળી જ ગયા છે.’ આટલું કહી એના કપાળ સામે જોયું ને કોરું કપાળ જોતાં કપાળ ઉપર અંગૂઠો અડાડતાં સ્વામીશ્રી કહે : ‘તિલક-ચાંદલો આજથી કરજે.’
સ્વામીશ્રી શરણાગતને અક્ષરધામના વિઝા આપે છે પણ શ્રીહરિની નાની-મોટી આજ્ઞાનું પાલન અવશ્ય કરાવે છે.
Vachanamrut Gems
Loyã-18.11:
Divinity of God in Human Form
"Therefore, although God appears to be like a human, the aforementioned luminosity and bliss all remain in Him…"
[Loyã-18.11]