પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-6-2010, દિલ્હી
સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. એ દરમ્યાન જૂનાગઢથી મહેન્દ્રભાઈ જોષીનો ફોન આવ્યો. તેઓનાં ધર્મપત્ની અક્ષરધામમાં ગયાં હતાં. તેઓનાં પત્ની જૂનાગઢ મહિલા સત્સંગ પ્રવૃત્તિનાં નિર્દેશિકા હતાં. તેઓને કેન્સરનો રોગ હતો. આ સંદર્ભમાં બાજુમાં ઊભેલા ધર્મકીર્તિ સ્વામી કહે : ‘મહેન્દ્રભાઈએ આવી પરિસ્થિતિમાં પણ ખૂબ બળ રાખ્યું છે. સત્સંગના સેવાકાર્યમાં ક્યારેય પીછેહઠ કરી નથી, ક્યારેય દુઃખ લાગવા દીધું નથી. પત્ની ધામમાં ગયાં તો બધી જ ક્રિયા હસતાં મુખે કરી અને ગુલાલ ઉડાડ્યો. ધૂન-ભજન કરતાં કરતાં એમણે ક્રિયાઓ આટોપી, ખૂબ બળમાં છે.’
સ્વામીશ્રીએ મહેન્દ્રભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા અને રાજીપો દર્શાવ્યો.
Vachanamrut Gems
Vartãl-12:
Not Perceiving Faults in God in Any Way
“… Just as when the roots of a tree are cut, the tree automatically becomes dry, similarly, a jiva who in any way perceives faults in God can never stay without falling from the Satsang fellowship.”
[Vartãl-12]