પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૨૦૦
									
                                    
                                        
	ગોંડલ, તા. ૯-૧૨-૧૯૬૯
	વચનામૃત મધ્ય પ્રકરણનું સાતમું વંચાતું હતું. એ ઉપર નિરૂપણ કરતાં યોગીજી મહારાજ એકદમ ભાવમાં આવી કહે,'પચાસ જણ હોય પણ તે શું કરે છે તે બધી ખબર પડી જાય. કોણ સૂઈ રહે છે ? કોણ સેવા કરે છે ? તે સૂતાં સૂતાં ખબર પડે. માટે એમ ન માનવું કે સ્વામી સૂઈ ગયા છે. સામે જોઈને બેસી રહેવું (આંખો પહોળી કરીને બતાવ્યું) એ સેવા નહિ...'
	ભગવાનના અંતર્યામી સ્વરૂપનું દર્શન પણ ક્યારેક સ્વામીશ્રી કરાવતા. ત્યારે જ સૌને જાણપણું રહે કે આ પુરુષથી કશું છુપાવી શકાય એમ નથી. સહેજે નિયમન રહે.
	- સાધુ ઈશ્વરચરણદાસ
	 
	 
	 
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-46:
                                             
                                            Result of aversion to God or His Sant...
                                        
                                        
                                            
	“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
	[Gadhadã II-46]