પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-4-2010, ગાંધીનગર
આજે ઈ.ઈ.સી.પી. ટ્રીટમેન્ટ કરવાની હતી. એટલે 5:55 વાગે યોગીચરણ સ્વામી આવ્યા અને ધર્મચરણ સ્વામીને કહે : ‘હવે પાંચ જ મિનિટ છે, પછી ઊભા થવાનું છે.’
સ્વામીશ્રી પત્રલેખન કરી રહ્યા હતા. પાંચ મિનિટ પછી યોગીચરણ સ્વામી આવ્યા છતાં સ્વામીશ્રી પત્ર લખતા રહ્યા. નારાયણચરણ સ્વામી સ્વામીશ્રીને ઊભા કરવા માટે આવ્યા ને આગળનું રોસ્ટ્રમ લઈ લીધું, છતાં સ્વામીશ્રી કહે : ‘હજી કેટલા પત્રો બાકી છે ?’
ધર્મચરણ સ્વામી કહે : ‘પાંચેક બાકી છે, પછી સહી કરીશું તો ચાલશે.’
સ્વામીશ્રી કહે : ‘લાવો ને !’ એમ કહીને સહી કરવાનું ચાલુ રાખ્યું. પાંચેક પત્રો ઉપર સહી કર્યા પછી સ્વામીશ્રી ઊભા થયા.
Vachanamrut Gems
Gadhadã II-16:
Instant Enlightenment
“In comparison, one who has strong shraddhã becomes enlightened immediately…”
[Gadhadã II-16]