પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ 
									
                                    
                                        
	વડાગામમાં બપોરે ઠાકોરજીનો થાળ ચાલતો હતો. પ્રમુખસ્વામી મહારાજ પણ સૌની સાથે સાથે થાળ ગાવા બેસી ગયા. સ્વામીશ્રીએ જોયું કે થાળની ઊંચાઈ કરતાં ઠાકોરજીનું આસન નીચું હતું. એટલે તરત જ બીજાને આદેશ આપ્યા વગર જાતે જ ઢીંચણિયા ઉપર ઠાકોરજીને પધરાવીને સપ્રમાણ ઊંચાઈ કરી. ત્યારબાદ અનિમેષ નયને સૌની સાથે સાદ પુરાવતાં પુરાવતાં સ્વામીશ્રી થાળ વચ્ચેના અવકાશમાં : 'દયાળુ પ્રભુ શ્રીજીમહારાજ ! જમો, મહારાજ ! સ્વામી ! દયાળુ ! જમો. વનમહોત્સવના મીઠા મેવા જમો.' વગેરે શબ્દો દ્વારા મહારાજની સંભાવના કરતા હતા. અંતે થાળ પણ જાતે જ ધરાવ્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-18:
                                             
                                            Acting Only to the Extent of God's Instructions
                                        
                                        
                                            
	“… Similarly, one who is free of worldly desires engages in activities only to the extent of the instructions given by God…”
	[Gadhadã III-18]