પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-4-2010, ગાંધીનગર
ચારુતર વિદ્યામંડળના ચૅરમૅન સી. એલ. પટેલ દર્શને આવ્યા હતા. તેઓએ વિશેષે કરીને આધુનિક શિક્ષણ સંસ્થાઓ સ્થાપીને સમગ્ર એસ. પી. યુનિવર્સિટી(વિદ્યાનગર)ની બ્રાન્ડ ઇમેજ સુધારી દીધી હતી. સ્વામીશ્રીની આજ્ઞાથી જ તેઓ આ પદવી ઉપર બેઠા હતા. એટલે આજે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેઓ કહે : ‘જેટલું છે એ આપના થકી જ છે. અત્યારે 600 કરોડના પ્રોજેક્ટ ચાલે છે. આપના થકી જ શક્તિ મળે છે, બાકી એમ થઈ જાય કે આટલું ક્યાંથી થઈ શકે ? પણ આપના આશીર્વાદથી બધું પૂરું થતું રહ્યું છે. હું તો બી.એ.પી.એસ.ના સૈનિક તરીકે અહીં ફરજ બજાવું છું ને એ જ રીતે કાર્ય કરી શકીએ એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘તમે નવી નવી કૉલેજો સ્થાપીને કામ કરી બતાવ્યું છે, એટલે લોકોને પણ તમારા માટે વિશ્વાસ છે, એટલે દાન આપે છે.’
સી. એલ. પટેલ કહે : ‘આપની ઇચ્છા હોય ત્યાં સુધી સેવા કરી શકાય એવા આશીર્વાદ આપજો. હું તો ચોક્કસપણે માનું છું કે જે કંઈ છે એ આપને લઈને છે અને બી.એ.પી.એસ. સંસ્થાએ શિક્ષણ માટેનું જે કાર્ય ઉપાડ્યું છે એ કાર્યના સૈનિક તરીકે જ હું કામ કરું છું.’
Vachanamrut Gems
Gadhadã II-17:
Having Nothing More Left to Understand
“… One who has developed such a firm conviction of the nature of Purushottam has nothing more left to understand.”
[Gadhadã II-17]