પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ભક્તિ અને આનંદથી ગુંજતી અલૌકિક  દુનિયા
									
                                    
                                        
	દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરથી કેટલાક હરિભક્તો યોગીજી મહારાજનાં દર્શન અને સત્સંગ કરવા ભારત આવેલા. તેમાં બે વિજય અને દેવેશ નામના બે નાનાં બાળકો પણ હતાં. પરદેશથી આવેલાં આ બાળકો પહેલાં તો જરા ખચકાતાં. પણ રોજ સવારે પ્રાતઃપૂજા પછી યોગીબાપા એમને પેંડાની પ્રસાદી આપે તેથી આ બાળકોને સ્વામીશ્રી પ્રત્યે હેત થઈ ગયું. તેમાં પણ નાનકડો દેવેશ જે વધારે ગભરાતો હતો તે તો યોગીબાપાની પાસે જ રહેવા લાગ્યો. ક્યારેક બાપા એમને પૂછતા કે તમને અહીં ગમે છે ? ત્યારે બંને બાળકો હસીને હા પાડતાં. બાપાની હેત અને મમતાસભર હૂંફમાં કોને ન ગમે !
	આણંદના રાવજીભાઈના નાના દીકરાને તો યોગીબાપા હંમેશાં શેઠ કહીને જ બોલાવતા અને ઘણીવાર પોતે જમતા હોય ત્યારે બીજા હરિભક્તની સાથે તેને પાટલા ઉપર બેસાડતા અને પોતાની પ્રસાદી પણ આપતા. સવારમાં જ્યારે યોગીબાપા પૂજા કરતા હોય ત્યારે તો નાનાં બાળકો જ તેમની આસપાસ ગોઠવાઈ જતાં. મોટા હરિભક્તોને તો દૂર બેસવું પડતું. કોઈ બાપાને ફૂલ આપે, તો કોઈ દીવો પ્રગટાવે, કોઈ પાથરણું સરખું કરે, તો કોઈ કીર્તન ગાય! યોગીબાપા અને બાળકોની આ ભક્તિ અને આનંદથી ગુંજતી અલૌકિક દુનિયા હતી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Bhugol-Khagol 1:
                                             
                                            Why is India the Best?
                                        
                                        
                                            
	“… Of these, Bharat-khand is the best because although the other eight have a greater extent of worldly pleasures to indulge in, one cannot attain liberation there – endeavours for liberation are only possible in Bharat-khand. For this reason, there is no place in the 14 realms equal to Bharat-khand.”
	[Bhugol-Khagol 1]