પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 13-9-2017, ઍડિસન
	સ્વામીશ્રી એક્સ્પો હૉલના મંચ પર પધારી રહ્યા હતા ત્યારે સંતોએ સ્કૉટ રેડ્ડી નામના એક ભાવિકની મુલાકાત કરાવી. તે ફ્લાઇટ સેન્ટર નામની ઓસ્ટ્રેલિયન કંપનીના ડિરેક્ટર છે. સ્વામીશ્રીનાં દર્શન કરીને તેઓ અભિભૂત થયા. તેમના મનમાં એક પ્રશ્ન હતો તે તેમણે સ્વામીશ્રીને પૂછ્યો :
	‘I saw your schedule. You wake up so early. You do a lot of work. Where do you get the energy from? What is your source of energy?’ (મેં આપનો નિત્યક્રમ જોયો. આપ ખૂબ વહેલા ઊઠી જાવ છો. ઘણું બધું કાર્ય કરો છો. તો આપ આટલી બધી શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરો છો ? આપની શક્તિનો સ્રોત કયો છે ?)
	સ્વામીશ્રીએ તરત જ ઉપર આંગળી કરતાં કહ્યું : ‘ગૉડ ! (ભગવાન).’
	સ્કૉટને પૂર્ણ સંતોષ થયો.
	એમનામાં રહીને ભગવાન જ કાર્ય કરી રહ્યા છે,  એની સ્કૉટને સહજ અનુભૂતિ થઈ ગઈ.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-33:
                                             
                                            God's Proximity
                                        
                                        
                                            
	“If a person firmly observes the vow of non-lust, then he is never far from God…”
	[Gadhadã II-33]