પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-8-2010, બોચાસણ
મુલાકાત દરમ્યાન હંમેશાં સમયની ખેંચાખેંચી રહેતી હોય છે, કારણ કે નિશ્ચિત સમયમાં અપાતી મુલાકાતોના પ્રમાણમાં રોજ હરિભક્તોની સંખ્યા વધારે જ હોય છે. આ સંદર્ભમાં જ સ્વામીશ્રી જ્યારે રૂમમાં પધાર્યા ત્યારે હરિવલ્લભ સ્વામી કહે : ‘ભગવાન એક અને ભક્તો અનેક, શું કરવંુ ? કઈ રીતે પહોંચી વળવું ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન એક છે, પણ બધે પહોંચી વળે એમ છે. જળમાં, સ્થળમાં બધે જ છે ને ! જ્ઞાન થાય તો બધે જ દેખાય, નહીં તો ન દેખાય.’
Vachanamrut Gems
Jetalpur-5:
There is Nothing Greater than Worshipping God
“Everyone please pay attention; today I wish to talk to you about things as they really are. Specifically, there is nothing greater than worshipping God. Why? Because everything happens according to the will of God…”
[Jetalpur-5]