પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-8-2010, બોચાસણ
ભૂમિભ્રમણના અંતે આરામમાં જવા માટે સ્વામીશ્રી પલંગ ઉપર વિરાજ્યા. ત્યારે સામે ઊભેલા ભગવત્ચરણ સ્વામી કહે : ‘આપને તો બહુ સુખ !’
સ્વામીશ્રી કેફમાં કહે : ‘ભગવાન મળ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા, એથી વધારે સુખ ક્યાં છે આ દુનિયામાં ? આ મનાય તો માંદા પડીએ, સાજા હોઈએ, કોઈ બોલી જાય, અપમાન કરી જાય કે સન્માન થાય તોય સુખ, સુખ ને સુખ જ રહે.’
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]