પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બાલસહજ આનંદ 
									
                                    
                                        
	એક વખત અમદાવાદમાં સવારે પ્રમુખસ્વામી મહારાજ ઉકાળા-પાણી કરી રહ્યા હતા. તે વખતે બ્રહ્મવિહારી સ્વામી પાંચમા પ્રકરણની સ્વામીની વાત બોલ્યા કે ભગવાન તો ઘણાને મળ્યા પણ આવી ગમ્મત કોઈએ કરાવી નથી.
	ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : 'હા, બહુ દુર્લભ છે. શ્રીજીમહારાજે બહુ ગમ્મત કરાવી છે. પહેલું તપ કરાવી લીધું. દેહ સૂકવી નાખ્યા અને પછી તો 'ના, ના પાડે, ઠામ સંતાડે તેને રેડે માથડે' ખૂબ જમાડ્યા, ખૂબ જમાડ્યા, ઉત્સવો કર્યા, રાસે રમ્યા, જ્ઞાન સાથે પોતામાં હેત કરાવ્યું. આપણા જેવા થાય તો જ સુખ આવે. પેલું તો મર્યાદા ને મર્યાદામાં મરી જઈએ ! આ તો ગમે ત્યારે ગમે તે ગમ્મત કરીએ, વાંધો ન આવે.' આ જ હેતુથી સ્વામીશ્રી અસિધારારૂપ ત્યાગાશ્રમમાં રહેલા સંતોને સાહજિક અને નિર્દોષ આનંદથી હળવા ફૂલ બનાવી મૂકે છે. કેવો નિર્દોષ અને બાલસહજ આનંદ !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-55:
                                             
                                            Besides Bhakti, My mind is Indifferent to Everything
                                        
                                        
                                            
	“… In this way, I am able to perform all My activities only after realising them to be a form of bhakti to God. Besides the bhakti of God, My mind is indifferent to everything else…”
	[Gadhadã II-55]