પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 13-8-2010
	સ્વામીશ્રીએ નાનામાં નાની વ્યક્તિની કેવી સંભાળ રાખી છે, એ વાત નીકળતાં અમિતયશ સ્વામી કહે : ‘કેશવ ભગતને કાનમાં સંભળાતું ન હતું. એમને બરાબર સંભળાતું થાય તે માટે આપે કેટલો બધો ખર્ચો કર્યો ! એ સાંભળીને હરિભક્તોમાં અને સંતોમાં અહોભાવ જન્મ્યો છે. સ્વામીશ્રી કેટલા દયાળુ છે ! બાકી કોઈ ખર્ચો કરે ખરા ?’
	આ વાત સાંભળીને સર્વમંગલ સ્વામી કહે : ‘મને પણ કેન્સર થયું ત્યારે બે વર્ષ સુધી રોજનાં કેટલાં મોંઘાં ઇન્જેક્શન આપે લેવડાવ્યાં ! અત્યારે મારે કોઈ દવા ચાલતી નથી. આપનો કેવળ ચમત્કાર છે ! આપ સિવાય બીજું કોઈ આવું કરી શકે નહીં.’
	સ્વામીશ્રી ઉકાળો પી રહ્યા હતા, ગોળી ગળી રહ્યા હતા. ગળતાં ગળતાં સહજતાથી સ્વામીશ્રી કહે : ‘સંતો ઠાકોરજીના છે અને જે ઠાકોરજીની સેવા કરે એના માટે ખર્ચવા જ જોઈએ ને ! સંતો માટે જેટલું થાય એટલું કરવાનું જ હોય ને !’
	અમિતયશ સ્વામી કહે : “જૂના મંદિરના એક સંત છે, એ પણ કહે છે કે પ્રમુખસ્વામીનું પુસ્તક મેં વાંચ્યું - ‘જેના ગુણે રીઝ્યા ગિરધારી.’ વાંચ્યા પછી જાણે કે ગંગામાં ડૂબકી મારીને બહાર નીકળતા હોય એવું અનુભવાય છે.”
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Ashlãli-1:
                                             
                                            Without the true gnan of God...
                                        
                                        
                                            
	“...without the true gnãn of God, even the prajãpatis and other creators of the cosmos have to repeatedly take birth along with the creation and then ultimately merge back into mãyã. But they do not attain Akshardhãm, the abode of Shri Purushottam Bhagwãn. The reason for this is a flaw in their understanding.”
	[Ashlãli-1]