પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 22-8-2010, બોચાસણ
	એક મુમુક્ષુનો ફોન આવ્યો. તેઓ નાના હતા ત્યારે મિત્ર સાથે ટીટોડીનાં બચ્ચાં ઘરે લઈને આવેલા. મૂળ તો બચ્ચાંને રમાડવાનો જ હેતુ હતો, પરંતુ અગાશીમાં લઈ ગયા પછી બચ્ચું પડ્યું ને મરી ગયું. આ વાત મોટા થયા પછી પણ ભુલાતી નથી, દુઃખ લાગ્યા કરે છે અને એના લીધે કોઈ કામમાં સફળતા મળતી નથી એવું લાગે છે.
	સ્વામીશ્રીએ તેઓની વાત સાંભળીને આશ્વાસન આપતાં કહ્યું : ‘ઇરાદાપૂર્વક તમે આ કંઈ કર્યું નથી અને જે કંઈ થયું છે એનું મનથી તમે પ્રાયશ્ચિત્ત કરી લીધું છે. એટલે હવે તમારાથી બચ્ચું મરી ગયું છે એવું ન માનવું. એની આવરદા એટલી જ હશે ! આવરદા પૂરી થઈ હશે એટલે મરી ગયું હશે ! એટલે ‘મારાથી આવું થયું’ એવું માનવાની જરૂર નથી. ભગવાને રચના એવી કરી છે, એટલે એ રીતે થયું હશે ! ભગવાનને પ્રાર્થના કરજો, ભજન કરજો, પાંચ માળા ફેરવજો, સુખ-શાંતિ થશે.’
	એ મુમુક્ષુ કહે : ‘જન્મોજન્મ તમે જ મારા ગુરુ બનજો.’
	સ્વામીશ્રી કહે : ‘તમારે શ્રદ્ધા છે તો ભગવાનનો આશરો દૃઢ રાખજો.’
	એ મુમુક્ષુ કહે : ‘કાલસર્પ યોગ છે. 11 લાખ જાપ કરવાનું બ્રાહ્મણ કહે છે.’
	સ્વામીશ્રી કહે : ‘ભગવાનનો આશરો છે તો તે દૃઢ રાખીને સ્વામિનારાયણ મહામંત્રની માળા-પૂજા કરજો. પાંચ જનમંગલના પાઠ કરજો, ભગવાન બધું સારું કરશે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-55:
                                             
                                            I do nothing for my own personal enjoyment
                                        
                                        
                                            
	“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
	[Gadhadã II-55]