પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 13-8-2017, હ્યુસ્ટન
	સ્વામીશ્રી અહીંના વિશાળ અરીના ‘સ્માર્ટ ફાઇનાન્સ સેન્ટર’માં પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ-સભામાં આવી પહોંચ્યા. અંતે સ્વામીશ્રીએ આશીર્વર્ષા કરતાં જણાવ્યું કે ‘પહેલાં તો બીજું બધું મૂકીને મારે નાના-મોટા બધાને મળવું છે. નાના-મોટા બધાને મળવા માટે હું તરસ્યો છું, ભૂખ્યો છું, પણ શક્ય નથી. એમાં વર્ષો થઈ જાય. પણ આ શ્રીજીમહારાજે ગોઠવણ કરી છે, પાસે રહેવું એ સમજણથી છે. ખોળામાં હો પણ દૂર હો ને દૂર હો પણ ખોળામાં હો. સમજણથી આપણે જોડે જ છીએ. આજ્ઞા પાળો તો ભેગા અને ન પાળો તો દૂર દૂર થતો જાય. હરિભક્તોના ગુણ ગાય તો પાસે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Vartãl-12:
                                             
                                            Not Perceiving Faults in God in Any Way
                                        
                                        
                                            
	“… Just as when the roots of a tree are cut, the tree automatically becomes dry, similarly, a jiva who in any way perceives faults in God can never stay without falling from the Satsang fellowship.”
	[Vartãl-12]