પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	દેવસ્વરૂપ સ્વામી દર્શન માટે બેઠા હતા. તેઓને જોતાં સ્વામીશ્રી કહે : ‘દાસ ! તમારી વાત કરો. શું કરો છો ?’ સામેથી જ સ્વામીશ્રીએ તેઓને આદેશ આપ્યો. એમાં સ્વામીશ્રીનો ઉમળકો જોઈ શકાતો હતો.
	દેવસ્વરૂપ સ્વામી આત્મનિષ્ઠ સંત છે. શિયાળામાં પણ બહાર નાનકડી પાટ ઉપર સૂઈ રહે છે. જીવનમાં ક્યારેય રજાઈ ઓઢી નથી, ઓશીકું વાપર્યું નથી, મચ્છરદાની પણ વાપરી નથી. તેઓના કહેવા પ્રમાણે મચ્છરો તો મારી પાસે આવતા જ નથી. 70 વર્ષની ઉંમર હોવા છતાં બધી જ ક્રિયાઓ જાતે કરે છે. તેઓની આવી આત્મનિષ્ઠ પ્રકૃતિથી સ્વામીશ્રી ખૂબ રાજી છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-8.21:
                                             
                                            Controlling One's Sense of Taste
                                        
                                        
                                            
	"To conquer the tongue, it should not be given items that it likes, and one's diet should be restricted. Thereby, the over-excitability of the tongue is eradicated."
	 
	[Loyã-8.21]