પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-8-2010, ભાવનગર
સોમપ્રકાશ સ્વામીએ પોતાની સમજણની વાત કરતાં કહ્યું કે ‘આપણે તો એવું કે એ (સત્પુરુષ) જે કહે એ કરી નાખવું. કેમ થશે ને શું થશે ને ક્યારે કરશે એ કોઈ ચિંતા જ નથી. જે મળ્યા છે એમાં સો ટકા વિશ્વાસ છે.’
આ સાંભળીને સ્વામીશ્રીએ સામે બેઠેલા એક સંતને પૂછ્યું : ‘સમજાયું ? તેં શું નિર્ણય કર્યો ?’
એ સંત કહે : ‘બસ, એક જ નિષ્ઠા.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન મળ્યા અને સંત મળ્યા છે એટલે મોક્ષ થવાનો જ છે, કલ્યાણ પણ થવાનું જ છે. શરીરની શુશ્રૂષા ન રાખવી.’
Vachanamrut Gems
Gadhadã II-36:
Continuously Engaging in the Form of God due to Fear
“… If extreme fear of birth, death, narak and the cycle of births and deaths exists in a person’s heart, he continuously engages his vrutti on the form of God due to fear.”
[Gadhadã II-36]