પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પૂજા કરવાનું ક્યારેય ભુલાય નહીં 
									
                                    
                                        
	અમેરિકાથી દિનેશભાઈ અને વસંત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. જાણવા મળ્યું કે પહેલાં વસંત બાળ કાર્યકર તરીકે સેવા આપતો હતો. સાથે સત્સંગના નિયમોનું પણ અચૂક પાલન કરતો હતો. કેટલાક સમયથી ઉચ્ચ અભ્યાસ માટે હૉસ્ટેલમાં રહેવા ગયો હતો. ત્યાં અનિયમિત જીવન થવાથી નિત્યપૂજા કરવાનું પણ અનિયમિત થઈ ગયું હતું. જો કે તે બાકીના બધા જ નિયમો પાળતો હતો, પરંતુ પૂજા ક્યારેક ચૂકી જતો હતો.
	સ્વામીશ્રીએ તેને જાણપણું આપતાં મક્કમ રહેવા કહ્યું, 'પૂજા ક્યારેય ભુલાય નહીં. થોડુંક વહેલું ઊઠીને એડજસ્ટ કરી લેજે, પણ નિયમ બરાબર પાળજે.'
	દિનેશભાઈકહે, 'એની બહેન એમેરિકામાં નેવીમાં છે. બે વર્ષ ઇરાકમાં રહી આવી. ત્યાં કપરા સમયે પણ બ્રેડ અને સલાડ ઉપર રહી અને ક્યારેય નિયમ ચૂકી નહીં. પૂજા પણ ત્યાં નિયમિત કરતી હતી.'
	આ સાંભળી સ્વામીશ્રી વસંતને બળ આપતાં કહે :'સાંભળ્યું? ઉત્તમ દાખલો તારા ઘરમાં જ છે! તારે પણ આ રીતે દૃઢતાથી વર્તવું. ભલે ગમે ત્યાં રહીએ કે ભણીએ. નિયમ તો પાળવા જ.'
	વસંતે કહ્યું, 'મારે પણ એવું જ છે. મારી સાથેના મારા બંને મિત્રો માંસાહાર કરે છે. અમે ભેગા રહીએ છીએ છતાં હું ક્યારેય માંસાહાર કરતો નથી. મારું જમવાનું મારી જાતે જ બનાવી લઉં છુ _.'
	સ્વામીશ્રી રાજી થતાં બોલ્યા, 'વાહ! એ દૃઢતા બહુ સારી છે. હવે આ નિત્યપૂજાની દૃઢતા કરજે.'
	સ્વામીશ્રીનાં પ્રોત્સાહક વચનો સાંભળીને વસંતે ઉત્સાહ સાથે આજ્ઞા ઝીલતાં કહ્યું, 'ફક્ત પૂજા જ નહીં, પણ તિલક-ચાંદલો પણ નિયમિત કરીશ.' સ્વામીશ્રીના સાંનિધ્યમાં યુવકે સંસ્કારનાં પાઠ દૃઢ કર્યા. (તા. ૨-૦૮-૨૦૦૬, અટલાદરા)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-21:
                                             
                                            Dreams Explained
                                        
                                        
                                            
	“… Also, in the same way as the jiva, the ishwars such as Brahmã, etc., also experience creations during their dream state. Do they themselves become the form of the creation? Or do they create it by their own will? Or does God, who transcends both jiva and ishwar, create the creations experienced in their dreams?”
	[Gadhadã II-21]