પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-8-2010, ભાવનગર
કોટિયા ગામના દરબારો મંદિરના પોડિયમ ઉપર દર્શન માટે બેઠા હતા. સ્વામીશ્રીની શુભ ભાવના અને પ્રયત્નોને કારણે કોટિયા ગામમાં સારામાં સારો સંપ થયો હતો. આ દરબારોને જોતાં સ્વામીશ્રી કહે : ‘આશીર્વાદ છે. અહીં આવ્યા, ગામમાં પણ મંદિર થયું છે, ભગવાન વિરાજ્યા છે, તો બધા લાભ લેજો. કોટિયા તો ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીનું ગામ છે. એ ગામમાં સુખ-શાંતિ થાય, સંપ રહે, એ આશીર્વાદ છે.’
એ વખતે તો સ્વામીશ્રીએ સૌને દૂરથી જ દર્શનદાન આપ્યાં, પરંતુ પૂજા પછી મુલાકાતકક્ષમાં સ્વામીશ્રી પધાર્યા. મુલાકાતો શરૂ થઈ ગયા પછી તેઓએ કોટિયાના દરબારોને યાદ કર્યા. તાત્કાલિક આ દરબારોને ભેગા કરવામાં આવ્યા ને સ્વામીશ્રી સૌને સામેથી મળ્યા. સ્વામીશ્રી સૌને કહે : ‘તમે અહીં સુધી આવ્યા તો અમારેય મળવું પડે ને ! હવે સત્સંગ બરાબર રાખજો. સંપ બરાબર રાખજો. ગામની પ્રગતિ થશે. વ્યસન-દૂષણ હોય તો એ કાઢજો, એ થાય જ નહીં એની તકેદારી રાખજો.’ આ રીતે સામેથી આ સૌ દરબારોને મળ્યા.
Vachanamrut Gems
Gadhadã II-50.6:
My Personal Principle
“Furthermore, I do not wish to leave any trace of the world in the hearts of whosoever keeps My company. Why? Because I get along only with those whose resolve is similar to Mine. But if one has desires for worldly pleasures, then even if I try to develop affection for that person, I cannot do so. Thus, only those devotees of God who are free of worldly desires are dear to Me. What I have just told you is My personal principle.”
[Gadhadã II-50.6]