પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 21-12-2016, નવસારી
	આજે મુલાકાતો દરમ્યાન વડોદરાના દર્શનભાઈ પટેલ આવેલા. તેમને લઈને આવેલા હરિભક્તોએ સ્વામીશ્રી સમક્ષ રજૂઆત કરવા માંડી કે ‘આમના શરીરમાં છેલ્લાં 20 વર્ષથી કાળભૈરવનો પ્રવેશ થાય છે અને તેનાથી ખૂબ હેરાનગતિ થાય છે. ઘણા બધાને બતાવ્યું પણ કોઈ પરિણામ આવતું નથી.’
	તેઓનું આ વાક્ય પૂરું થયું - ન થયું ત્યાં જ તે આગંતુકના હાથ જોડાઈ ગયા. મુખ ફરી ગયું. હાથ-પગ ને શરીર ધ્રૂજવા લાગ્યાં. શબ્દોમાં પણ બીકની ધ્રુજારી વ્યાપી ગઈ. શબ્દો તૂટવા લાગ્યા... અને તેઓ સ્વામીશ્રીથી દૂર જવાના પ્રયત્ન સાથે બોલવા લાગ્યા : ‘જવું છે, મહારાજ ! જવું છે... ભૂલ થઈ ગઈ, મહારાજ ! ભૂલ થઈ ગઈ... જોવાતું નથી... જોવાતું નથી... આશીર્વાદ આપો... જવું છે... જવું છે... આશીર્વાદ આપો... જોવાતું નથી...’
	બોલનારના અવાજની ધ્રુજારી અને બુલંદી ધીરે ધીરે વધતી જતી હતી. તે વખતે સંતોએ જોયું તો સ્વામીશ્રી અપલક નેત્રે આ મુમુક્ષુને તથા તેમાં પ્રવેશેલા કાવભૈરવને જાણે દૃષ્ટિમાં લઈ રહ્યા હતા. તે દૃષ્ટિમાં તેજ હતું, વેધકતા હતી. એક સંત પ્રસાદીજળની બૉટલ ખોલી પાણીની અંજલિ પેલા આગંતુક પર નાખવા લાગ્યા. સ્વામીશ્રીની દૃષ્ટિ અને પ્રાસાદિક જળના પ્રતાપે દર્શનભાઈ તરત જ શાંત થઈ ગયા. તેમને કળ વળી. તેઓને બાજુમાં લઈ જઈ બેસાડ્યા, પાણી પાયું. તેમના ચહેરા પર શાંતિ હતી, સ્થિરતા હતી; કારણ કે તેમના શરીરમાંથી કાળભૈરવે હંમેશને માટે વિદાય લઈ લીધી હતી.
	‘હરિ કે દાસ સદા સુખકારી, નીડર કરત જમત્રાસ સેં...’નો અનુભવ આજે સૌએ સ્વામીશ્રીમાં કર્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-1:
                                             
                                            The Danger of Perceiving Flaws in the Sant
                                        
                                        
                                            
	"… Similarly, he who perceives flaws in a devotee of God has had his head severed. If he lapses in following other religious vows, then his limbs can be said to be severed - he will still live. That is, he will survive in Satsang. But a person who has perceived flaws in the Sant will certainly, at some time, fall from Satsang. He should be known to have his head severed."
	 
	[Loyã-1]