પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-8-2010
સ્વામીશ્રીએ નાનામાં નાની વ્યક્તિની કેવી સંભાળ રાખી છે, એ વાત નીકળતાં અમિતયશ સ્વામી કહે : ‘કેશવ ભગતને કાનમાં સંભળાતું ન હતું. એમને બરાબર સંભળાતું થાય તે માટે આપે કેટલો બધો ખર્ચો કર્યો ! એ સાંભળીને હરિભક્તોમાં અને સંતોમાં અહોભાવ જન્મ્યો છે. સ્વામીશ્રી કેટલા દયાળુ છે ! બાકી કોઈ ખર્ચો કરે ખરા ?’
આ વાત સાંભળીને સર્વમંગલ સ્વામી કહે : ‘મને પણ કેન્સર થયું ત્યારે બે વર્ષ સુધી રોજનાં કેટલાં મોંઘાં ઇન્જેક્શન આપે લેવડાવ્યાં ! અત્યારે મારે કોઈ દવા ચાલતી નથી. આપનો કેવળ ચમત્કાર છે ! આપ સિવાય બીજું કોઈ આવું કરી શકે નહીં.’
સ્વામીશ્રી ઉકાળો પી રહ્યા હતા, ગોળી ગળી રહ્યા હતા. ગળતાં ગળતાં સહજતાથી સ્વામીશ્રી કહે : ‘સંતો ઠાકોરજીના છે અને જે ઠાકોરજીની સેવા કરે એના માટે ખર્ચવા જ જોઈએ ને ! સંતો માટે જેટલું થાય એટલું કરવાનું જ હોય ને !’
અમિતયશ સ્વામી કહે : “જૂના મંદિરના એક સંત છે, એ પણ કહે છે કે પ્રમુખસ્વામીનું પુસ્તક મેં વાંચ્યું - ‘જેના ગુણે રીઝ્યા ગિરધારી.’ વાંચ્યા પછી જાણે કે ગંગામાં ડૂબકી મારીને બહાર નીકળતા હોય એવું અનુભવાય છે.”
Vachanamrut Gems
Gadhadã II-26:
Perceiving Flaws in Others Hindrance Guaranteed
“Moreover, no matter how great he may be, if a person perceives flaws in others and virtues in himself, he will certainly encounter hindrances on the path of liberation…”
[Gadhadã II-26]