પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-1-2010, વડોદરા
સ્વામીશ્રી ખુરશી ઉપર વિરાજમાન હતા. અમેરિકાથી આવેલા ત્યાગરત્ન સ્વામીએ દેવવંદન સ્વામીની સેવાઓની વાત કરતાં કહ્યું : ‘તેઓ આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, છતાં શિકાગોમાં બગીચાની તથા મેઇન્ટેનન્સની સેવાઓ કરે છે. જે કોઈ દર્શને આવે છે એ બગીચો જોઈને ખૂબ રાજી થાય છે. વળી, પૂર્વાશ્રમમાં તેઓ મર્સીડીસ ફેરવતા હતા, છતાં આવી સેવા વિનમ્રભાવે ખૂબ મહેનત સાથે કરે છે.’
સ્વામીશ્રી દેવવંદન સ્વામીને કહે : ‘આ તમારી મોટી સેવા થાય છે. બગીચો જોઈનેય બધાને સમાસ થાય.’
પછી તેઓ કહે : ‘આપણે બધાએ પણ આ જ સમજવાનું છે. હોદ્દા હોય, અધિકાર હોય, પણ માન ન આવવું જોઈએ. જે સેવા મળે એ ઠાકોરજીની છે, એમ સમજીને મહિમાથી કરવી. હોદ્દાનું માન આવવું જ ન જોઈએ. દાસ થયા, સેવક થયા એ જ મોટો હોદ્દો ને !’
ત્યાગરત્ન સ્વામી કહે : ‘આપે હંમેશાં એવું જ કર્યું છે ને ! આપના પગલે પગલે અમારે ચાલવાનું છે.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘હું અહીં અને તમે ત્યાં (અમેરિકામાં) તો કઈ રીતે પગલે પગલે ચલાય ?’ પછી કહે : ‘આજ્ઞા પાળીએ એટલે પગલે પગલે ચાલ્યા કહેવાઈએ.’
Vachanamrut Gems
Gadhadã II-1:
What Causes Infatuation?
"Therefore, the panchvishays are the cause of infatuation. Moreover, there are three grades of those vishays - superior, average and inferior. Of these, if a person who has obtained superior vishays encounters someone who obstructs him from them, then that person becomes angry on the latter. From that anger, infatuation develops."
[Gadhadã II-1]