પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સરળતા અને અહં શૂન્યતા 
									
                                    
                                        
	(તા. ૧૪-૧૧-૦૬, લંડન)
	લંડનમાં એક મંદબુદ્ધિનો કિશોર પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યો. એનું નામ અમૃત હતું. સ્વામીશ્રીને એ મળ્યો અને પોતાનો હાથ લાંબો કરીને સ્વામીશ્રીના માથા ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો. એ થોડોક સ્થૂળ હતો. એટલે ઊભાં ઊભાં પણ સ્વામીશ્રીના મસ્તક સુધી પહોંચી શકે એમ હતો નહીં. સહેજ માટે દૂર રહી જતું હતું અને સ્વામીશ્રીએ આ જોયું. અને સ્વામીશ્રી પોતે નમ્યા અને તેને કહ્યું, 'મને આશીર્વાદ આપ.' સ્વામીશ્રીની કેવી સરળતા અને અહં શૂન્યતા!! આ મંદબુદ્ધિના બાળકે અંગ્રેજીમાં સ્વામીશ્રીને કહ્યું, 'ભારત જાવ ત્યારે ધ્યાન રાખજો અને બધા સંતો વતી હું શુભેચ્છા પાઠવું છુ _. મારે તમને ભેટવું છે.' સ્વામીશ્રીએ પોતાના હાથ લંબાવીને મિલાવીને તેને સંતોષ આપ્યો. સમાજમાં હાંસીનું પાત્ર બનતા મંદબુદ્ધિનો આ કિશોર સ્વામીશ્રીનો નિર્મલ પ્રેમ પામી કૃતાર્થ થયો.   
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-24:
                                             
                                            Spiritual Awareness
                                        
                                        
                                            
	“One should not understand the greatness of female devotees in excess. Why? Because under the pretext of realising their greatness, one may constantly think of them, leading to them appearing in one’s dreams. So, if one does understand their greatness, one should understand it collectively, by thinking, ‘All of them are devotees of God.’ But, one should not attempt to understand a particular one as being greater and another one being lesser. However, if one attempts to understand their greatness to a greater or lesser degree than this, then there is a great danger in that. Similarly, female devotees should also understand the greatness of male devotees collectively. If they do not realise this, then it is also a great danger for those females.”
	[Gadhadã III-24]