પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-7-2010, દિલ્હી
આજે ન્યૂજર્સીના રોબિન્સ વિલમાં બંધાનાર સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલમાં બંધાનાર ભવ્ય કલાત્મક શિખરબદ્ધ મંદિર અને આનુષંગિક સભાગૃહ વગેરેના શિલાન્યાસ માટેનો વેદોક્ત શિલાપૂજનવિધિ સ્વામીશ્રીએ કર્યો. ભારતીય સ્થાપત્ય શૈલી પ્રમાણે હિન્દુ મંદિર અને પ્રાર્થના હૉલ માટેનો આ શિલાન્યાસવિધિ સંપન્ન કર્યા પછી સ્વામીશ્રીએ દરેક શિલાનું પૂજન કર્યું. અમેરિકાથી આવેલા હરિભક્તો સામે બેઠા હતા. અન્ય હરિભક્તો વડે પણ હૉલ ભરાયેલો હતો.
સભામંડપમાં જ નીચે હર્ષદભાઈ ચાવડા ઊભા હતા. સ્વામીશ્રીની દૃષ્ટિ તેઓ ઉપર પડી અને તરત જ ઈશ્વરચરણ સ્વામીને બોલાવીને કહ્યું : ‘હર્ષદનો પરિચય આપો.’
સ્વામીશ્રીની આજ્ઞાથી પ્રવક્તા અક્ષરવત્સલ સ્વામીએ હર્ષદભાઈ ચાવડાના યોગદાનને વર્ણવ્યું. હર્ષદભાઈ ચાવડાએ દિલ્હીના અક્ષરધામના તમામ પથ્થરોની કોતરણીની જવાબદારી અદા કરી હતી. એ જ રીતે ન્યૂજર્સીના અક્ષરધામ તથા મંદિર માટે પથ્થરોની કોતરણી અને પથ્થરો મોકલવાની જવાબદારી તેઓ સંભાળવાના હતા. સ્વામીશ્રીએ તેમને નજીક બોલાવીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરી પ્રસન્નતા દર્શાવી. સ્વામીશ્રી કોઈની સેવાઓને ક્યારેય વીસરતા નથી.
Vachanamrut Gems
Gadhadã II-33:
How to Conquer the Mind
“… For this reason, then, the mind should continuously be kept occupied in the spiritual discourses, devotional songs, etc., related to God. This can be known as having conquered the mind.”
[Gadhadã II-33]