પ્રેરણા પરિમલ
'હમારે શિરતાજ'
(તા. ૬-૧-૯૮, સુરત) વિશ્વ કિ શાન હે
સ્વામીશ્રીની સાધુતાની સુવાસ કણકણમાં મહેકે છે. ભારતના દિગ્ગજ સંતો-મહંતો-મહામંડલેશ્વરો જૈફ વયે પણ સ્વામીશ્રીની રૂબરૂ મુલાકાત લેવાનું ચૂકતા નથી અને સ્વામીશ્રી પણ ભારતીય સંસ્કૃતિના આ જ્યોતિર્ધરોને અવારનવાર બિરદાવતા રહે છે. 'અખિલ ભારત સાધુ સમાજ'ના વર્ષો સુધી પ્રમુખપદે અલંકૃત થયેલા મહામંડલેશ્વર પૂજ્ય રામસ્વરૂપ શાસ્ત્રીજીને સ્વામીશ્રી સાથે હૃદયનો નાતો છે. અવસ્થાનો પ્રભાવ, વળી લકવાગ્રસ્ત શરીર હોઈ અન્યત્ર જવાનું ટાળે છે પણ આજે સ્વામીશ્રી પાસે તેઓ ખાસ પધાર્યા.
સ્વામીશ્રીએ તેમને હાર પહેરાવ્યો, સન્માન્યા, વાર્તાલાપ કરતાં તેમણે કહ્યું : ‘हरद्वार मे´ पूर्णकुंभ संपन्न हो रहा है, ऐसा अवसर सफल होने के लिये आपको प्रार्थना करने ही आया हूँ, आप भी वहाँ पघारे´, भूमि को पावन करे´....’ એટલું કહીને પછી ભાવવિભોર થઈને કહેવા લાગ્યા : ‘स्वामीजी ! आप तो हमारे शिरताज है´ । आपकी हिन्दी पत्रिका पढ़ता रहता हूँ, आप कितना कार्य कर रहे है´ ! समाज को रचनात्मक चरित्रवान् बनाने की आपकी योजना आदर्श है । साघुसमाज के लिए अनुकरणीय है...’ તેઓ એક શ્વાસે બોલી ગયા.
સ્વામીશ્રી સંકોચાતાં નમ્ર સ્વરે કહેવા લાગ્યા : ‘आप जैसे संतो´ केआशीर्वाद से सब चलता है, भगवान का कार्य है तो भगवान करते है´, हम तो निमित्त है´....’
પછી તો તેઓ ઘણીવાર સુધી બેઠા ને ગોષ્ઠિ કરી.
ખરેખર, આજના અંધાધૂંધ વાતાવરણમાં પણ સ્વામીશ્રી જે ચારિત્ર્યની જ્યોત ફેલાવી અનેકને સન્માર્ગે વાળી રહ્યા છે તેની અનુભૂતિનો અલ્પ રણકાર આ મહામંડલેશ્વરના ઉદગારોમાં ઊઠેલો સૌને અનુભવાયો.
Vachanamrut Gems
Loyã-17:
A Firm Foundation in Satsang
"… Thus, he who has realised the greatness of God and the Sant has a firm foundation in Satsang. Conversely, one cannot be certain about a person who has not realised such greatness."
[Loyã-17]