પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											શ્રદ્ધા હોય તો કામ થાય જ! 
									
                                    
                                        
	વહેલાલના સુબોધભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને ગઈકાલે સ્વામીશ્રીએ ટકોર કરી હતી કે તમે દહીં, દૂધનું જે કંઈ બનાવો પરંતુ એમાં આપણી રીતની ચોખ્ખાઈ ખાસ રાખજો.
	આજે તેઓ પોતાના યહૂદી ભાગીદારને લઈને દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને વાત કરતા કહે : 'આપે મને વેજીટેરિયનની વાત કરી એ મુજબ જ અમે કરીએ છીએ. આ મારો પાર્ટનર છે. પોતે યહૂદી છે અને એ પણ એવી જ ચોખ્ખાઈનો આગ્રહી છે. તેઓના રૂઢીચુસ્ત યહૂદી અનુયાયીઓ માટે ખાસ વાનગીઓ આ ફેક્ટરીમાં બનાવે છે. અને એ પણ એ લોકોના સંત એટલે કે રબાઈઓ એને માન્ય કરે પછી જ એ વસ્તુ ખાવા યોગ્ય ગણાય છે. એ રીતે તેઓ પણ આવી ચોખ્ખાઈના આગ્રહી છે.'
	આ સાંભળતાં સુબોધભાઈને સ્વામીશ્રી કહે : 'અમારા રબાઈ તમે. આપણું જ્યારે કાંઈ પણ કરવાનું હોય ત્યારે તમારે ઊભા રહીને જે કંઈ વાસણકૂસણ હોય, ધોવરાવવા, સાફસૂફી કરાવવી... તમે વહેલાલના છો અને વખતબાના વંશમાં છો એટલે આટલું તો કરવું પડે ને!'
	સ્વામીશ્રીએ ધર્મનિયમની વાતને પુનઃ દોહરાવી.
	સુબોધભાઈ કહે : 'આ યહૂદી ખૂબ જ ધાર્મિક છે અને તેઓના એક સ્વર્ગવાસી રબાઈને ખૂબ માને છે. જ્યારે જ્યારે પ્રશ્ન થાય ત્યારે આ રબાઈની કબર આગળ ચિઠ્ઠી મૂકી આવે છે. એમને એવી પ્રતીતિ છે કે આ ચિઠ્ઠી મૂકીશું એટલે કામ થશે જ !'
	આ સાંભળીને સ્વામીશ્રી બોલી ઊઠ્યા :
	'આ લોકોને કબરમાં આટલી શ્રદ્ધા છે તો કામ થાય છે, તો આપણે પણ જો ભગવાન આગળ આટલી શ્રદ્ધા રાખીને રજૂઆત કરીએ તો કામ થાય જ, કેમ ન થાય !'
	(તા. ૨૦-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-33:
                                             
                                            A Person Addicted to Bhakti
                                        
                                        
                                            
	“… Similarly, if a person was addicted to the bhakti of God and other such activities, then even if he remains under the influence of any type of bad company, he would not be able to live without engaging in those devotional activities. Moreover, his mind would not be pleased in engaging in any other activities…”
	[Gadhadã III-33]