પ્રેરણા પરિમલ
ફેરો સાર્થક થઈ ગયો...
(તા. ૨૬-૦૪-૨૦૦૮, સારંગપુર)
શાહદાથી આવેલા અંબુભાઈને જોતાં જ સ્વામીશ્રી તેઓને ઓળખી ગયા. મૂળ પીપલગમાં અને પેઢીઓથી શાહદા સ્થાયી થયેલા અંબુભાઈને નામથી સંબોધન કરતાં સ્વામીશ્રી કહે, 'અંબુભાઈ! કેમ છો?'
સ્વામીશ્રીના આટલા વાક્યમાં જ તેઓને પોતાનો ફેરો સાર્થક થઈ ગયો હોય એટલો આનંદ થઈ ગયો.
તેઓ સ્વામીશ્રીને કહે, 'બાપા! અક્ષરધામમાં લઈ જજો.'
સ્વામીશ્રી તરત જ કહેઃ 'જવાનું તો છે જ, પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ભજન કરતા રહેજો અને કરાવતા રહેજો.'
સ્વામીશ્રીની અંતરની ભાવના સૌને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of The Bliss of God
"Moreover, the happiness of humans exceeds the happiness of animals; and the happiness of a king exceeds that; and the happiness of demigods exceeds that; and the happiness of Indra exceeds that; then Bruhaspati's happiness, then Brahmã's, then Vaikunth's. Beyond that, the happiness of Golok is superior, and finally, the bliss of God's Akshardhãm is far more superior."
[Panchãlã-1]