પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-6-2010, દિલ્હી
દિલ્હીની મેટ્રો ટ્રેઈન જગવિખ્યાત છે. આ મેટ્રો પ્રોજેક્ટના સૂત્રધાર સી.ઈ.ઓ. અને સમગ્ર વિશ્વમાં એક આગવું ઉદાહરણ બેસાડનાર શ્રીધરન્ સાહેબ સ્વામીશ્રી પ્રત્યે અત્યંત પ્રેમ-આદર ધરાવે છે. આજે તેઓ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓને થોડા વખત પહેલા બાયપાસ સર્જરી કરાવવામાં આવી હતી, છતાં તેઓ દંડવત્-પ્રણામ કરીને પગે લાગીને સ્વામીશ્રી સમક્ષ બેઠા.
શ્રીધરન્ સાહેબ કહે : ‘બાયપાસ આૅપરેશન પછી આ રીતે જાહેરમાં પહેલી જ વખત હું બહાર નીકળ્યો છું. દર રવિવારે આમ તો આશ્રમમાં જાઉં છું, પરંતુ એ પણ અત્યાર સુધી બંધ હતું. આજે આપના આશીર્વાદ લીધા પછી હવે બધે જવાનું રાખીશ.’
આત્મસ્વરૂપ સ્વામી કહે : ‘મેટ્રોનું કામ ચાલુ હોય અને જે કોઈ નોકરીએ આવે તો સૌથી પહેલાં સાહેબ સૌને ગીતા ભેટ આપે છે અને કર્મચારીઓને નિયમિતરૂપે નૈતિકતાનું પ્રવચન પણ આપે છે.’
સ્વામીશ્રી કહે : ‘बहुत अच्छा है। सबको गीता का ज्ञान हो तो सुखी हो जाएँगे और जो कर्मचारी हैं उनमें प्रामाणिकता आयेगी तो काम अच्छी तरह से होगा। शिक्षापत्री और वचनामृत भी महान ग्रंथ हैं। वो भी आप पढ़ना।’
શ્રીધરન્ સાહેબે દિલ્હીની મેટ્રો ટ્રેનના વિવિધ પ્રોજેક્ટના તબક્કાનો ચિતાર સ્વામીશ્રીને આપ્યો અને કહે : ‘यहाँ अक्षरधाम स्टेशन पर हररोज १०,००० व्यक्ति उतरते हैं और चढ़ते हैं और रविवार को इससे भी ज्यादा होते हैं।’ આટલું કહીને વળી તેઓ કહે : ‘पहले तो इस स्टेशन का नाम ‘खेलगाँव स्टेशन’ रखने का था, लेकिन लोगों की इच्छा थी तो ‘अक्षरधाम’ नाम रख दिया।’
સ્વામીશ્રી કહે : ‘अक्षरधाम का नाम सुनकर भी बुद्धि अच्छी हो जाती है, और यहाँ आने पर तो जीवन भी परिवर्तित होता है।’
શ્રીધરન્ સાહેબે દિલ્હી સિવાય ભારતના અન્ય શહેરોમાં પણ મેટ્રોના પ્રોજેક્ટ થવાના છે એની વાતો કરી. જેમાં અમદાવાદનો પણ ઉલ્લેખ કર્યો. આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘अहमदाबाद का जल्दी हो जायेगा’
શ્રીધરન્ સાહેબ કહે : ‘आपकी इच्छा है तो मैं इनीशियेटीव लूँगा और काम आगे बढ़ाऊँगा।’
અમદાવાદ-ગાંધીનગરનો પ્રોજેક્ટ વહેલો થાય એ માટે તેઓની ઇચ્છાથી સ્વામીશ્રીએ તે જલદી પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã III-1:
A Selfish Person will Never See a Person's Faults
“Even in worldly life we notice that a person who has selfish motives of gaining something from another will never see the other person’s faults. Why? Because his affection is based on self-interest. Similarly, if a person has self-interest in mind that God will free him from the fear of births and deaths, then he will never perceive faults in God. But one who attributes faults in God by thinking, ‘God changes His stand based on the prompting of others,’ has neither the inclination of gnãn nor the inclination of affection.”
[Gadhadã III-1]