પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
એક જાણીતા હરિભક્ત દર્શને આવ્યા. તેઓ તથા તેઓનાં પત્ની પીએચ.ડી. છે તથા પ્રોફેસર છે. બારમામાં આવેલા તેઓના પુત્રને કઈ લાઇન લેવી એનું માર્ગદર્શન સ્વામીશ્રી પાસે મેળવવા માટે તેઓ આવ્યા હતા. સ્વામીશ્રીને કહે : ‘મારી ઇચ્છા છે કે આને ડૉક્ટર બનાવવો છે. ભલે એના માર્ક ઓછા આવે તો ડોનેશનમાં પણ એને હું એડ્મિશન અપાવીશ.’
સ્વામીશ્રી કહે : ‘એમ નહીં. છોકરાને શું કરવું છે ?’ આટલું કહી સ્વામીશ્રીએ એમના દીકરાને પૂછ્યું કે ‘તારે શું થવું છે ?’
‘મારે તો એન્જિનિયર થવું છે.’
સ્વામીશ્રી કહે : ‘તો પછી એને જે રસ અને રુચિ હોય એમાં જવા દો.’
આજના જમાનામાં મા-બાપની અપેક્ષામાં ઊણા ઊતરતા વિદ્યાર્થીઓ જે રીતે અડધેથી અભ્યાસ મૂકી દે છે અથવા કમને અભ્યાસ કરીને જીવતર રોળે છે અને છેવટે આપઘાત પણ કરે છે, એવા કિસ્સા સેંકડોની સંખ્યામાં બને છે. આ પરિસ્થિતિમાં સ્વામીશ્રીનું માર્ગદર્શન વ્યવહારુ અને અત્યંત ઉપયોગી છે.
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]