પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 23-4-2017, અમદાવાદ
	અલ્પાહાર પૂર્ણ કરીને સ્વામીશ્રીએ સ્નાન કરી લેવાનું પસંદ કર્યું, કારણ કે આજે કોલકાતા જવા વહેલું નીકળવાનું હતું.
	સ્નાનવિધિ કરીને સ્વામીશ્રી બહાર પધાર્યા, ત્યાં સુધીમાં રૂમનું ઘણું ખરું વાઇન્ડઅપ થઈ ગયું હતું. સ્વામીશ્રીની નજર તેઓના પલંગ ઉપર પડી. ચાદર થોડી ક્રીઝવાળી હતી અને ઓશીકાં પોતાની જગ્યા પર નહોતાં. સ્વામીશ્રી જાતે જ ચાદર પર પડેલી કરચલી સરખી કરવા લાગ્યા અને ઓશીકાં વ્યવસ્થિત ગોઠવવા લાગ્યા.
	જવાની ઉતાવળમાં સેવકે કહ્યું : ‘સ્વામી ! આ આપનું નથી.’
	સેવકનો કહેવાનો ભાવાર્થ એવો હતો કે ‘આપના માટે જે ચાદર અને ઓશીકાં વપરાય છે, તે બધાં આપણે પેક કરી દીધાં છે અને હવે અહીંનાં ચાદર અને ઓશીકાં બાકી છે, જે આપણે જઈશું પછી સ્વયંસેવકો સરખાં કરી દેવાનાં છે !’
	અને અત્યારે આમ પણ જવાની ઉતાવળ હતી.
	પણ સ્વામીશ્રી કહે : ‘ના, આપણે વ્યવસ્થિત કરીને, સવાયું કરીને જ આપવાનું.’
	આ ગુણને કયા શબ્દોથી વર્ણવીશું ? આ ગુણ કયા શાસ્ત્રમાં શોધવા જઈશું ? ખરેખર, આવા તો કેટલાય ગુણોના ધારક સત્પુરુષ આપણા માટે પ્રત્યેક ક્ષેત્રમાં આદર્શરૂપ છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-16:
                                             
                                            The Importance of Niyams
                                        
                                        
                                            
	“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
	[Gadhadã II-16]