પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬
નૈરોબી, તા. ૯-૨-'૭૦
બપોરની કથામાં વચનામૃત અંત્યનું ૧૮મું વંચાતું હતું. એવામાં સેવકે ઠાકોરજીને મુખવાસમાં ધરાવેલી શેકેલી બદામ યોગીજી મહારાજ આગળ ધરી. ભાગ્યે જ સ્વામીશ્રી બદામ જમતા, પણ આજે સૌના આગ્રહથી એક બદામ મોઢામાં મૂકી મમળાવા લાગ્યા. બીજી સૌને વહેંચી દીધી. વચનામૃતના પ્રસંગમાં પોતે જ પ્રશ્ન ઉપસ્થિત કર્યો :
'મહારાજ પંડે હતા છતાં સત્પુરુષ કેમ બતાવ્યા ? મારો સંગ કરો, તેમ કેમ ન કહ્યું ?'
બહુ સૂક્ષ્મ મુદ્દો ઊભો કરી સ્વામીશ્રી સમજાવવા લાગ્યા, 'બધા મહારાજને ઓળખે પણ સત્પુરુષ અનાદિ (ગુણાતીત) છે તેને ન ઓળખે. મહારાજ કહે છે, તેનો સમાગમ કરો તો જ વાસના જીર્ણ થાય.'
ગુણાતીત સંત વગર વચનામૃતનું આવું રહસ્ય કોણ સમજાવે ?
સ્વામીશ્રી આગળ કહેવા લાગ્યા :
'એક ફિલમ આવ્યું હોય ને સાધુ આવ્યા હોય. બેયમાં જાય તો વાસના બળવાન છે. પણ ફિલમને ઉડાડી દે તે વાસના જીર્ણ થઈ કહેવાય...'
પ્રસંગોપાત્ત વાતો ચાલતી હતી. એના અનુસંધાનમાં સ્વામીશ્રી કહે :
'કોઈ જમાડે, કોઈ ફોટા પાડે, કોઈ દેહે કરીને સેવા કરે, તે બધી સેવાઓ છે. સ્વામી કોઈ દિ' ખાય-પીવે નહિ. પણ બધાને રાજી કરવા જમે...'
'હરિભક્તો રસોડામાં છે તે આજ્ઞાથી છે તો તેમને તે કથા જ છે. 'છો ને થતું,' એમ કહી કથામાં આવે તે સારું નહિ...'
'મહારાજ છતાં સંતો નિર્વાસનિક હતા. મંદિરનું કામ નહોતું ફાવતું, પછી મહારાજની આજ્ઞાથી મંદિરમાં (સેવામાં) જોડાઈ ગયા...'
'ગિરધરભાઈ ક્યાં ગયા ?' ...'રસોડે...' 'લ્યો, એ જ નિર્વાસનિક. એ કથામાં જ બેઠા છે.'
બપોરની કથામાં સમજણની આવી માર્મિક વાતો સ્વામીશ્રી સૌને પીરસતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-11:
Becoming Worthy of the Grace of God
"Hence, whether it takes one life or innumerable lives, only when one develops the previously described characteristics [vairãgya, brahmacharya, shraddhã, non-violence and ãtmã-realisation] and becomes extremely free of worldly desires, does one become worthy of attaining the grace of God, and only then will one attain ultimate liberation. Without it, one will definitely not attain it."
[Sãrangpur-11]