પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૯
નૈરોબી, તા. ૧૧-૨-'૭૦ સાંજે ૬-૦૦
પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. પૂર્વ આફ્રિકામાંથી - ઠેર ઠેરથી આવેલા હરિભક્તો યોગીજી મહારાજની રજા લઈ રહ્યા હતા. તે સૌને આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું :
'બધા સુખ લઈને જાવ છો તો બધે આ સમૈયાની વાતો કરજો. સાંભળનારને ઉમંગ થાય. અહીં સંતો આવ્યા તેમનાં દર્શન તમને થયાં. વળી, દેશપરદેશના હરિભક્તોનાં દર્શન થયાં. સો રૂપિયામાં લાખ રૂપિયાનો લાભ મળી જાય.
ડભાણમાં મહારાજે યજ્ઞ કર્યો ત્યારે હજારો હરિભક્તો આવ્યા હતા. મહારાજે કહ્યું, 'ભગવાન, સંત ને હરિભક્તનાં દર્શન-સ્પર્શન થાય એ જગન.'
'બધા સુખી થાવ ને મહારાજ રક્ષા કરે.'
સત્સંગના દરેક કાર્યમાંથી ઉમંગ-ઉત્સાહ-શ્રદ્ધા પ્રાપ્ત કરી, એકબીજાનો મહિમા સમજી સદાય ઉમંગમાં રહેવાની જડીબુટ્ટી, સ્વામીશ્રીએ સૌને આપી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur -1:
Means to Overcome Mundane Desires
Again Muktãnand Swãmi asked, "Is the means to defeat the vishays vairãgya, or is it affection for God?"
Then Shriji Mahãrãj explained, "One way to defeat the vishays is ãtmã-realisation, and the other is the realisation of God coupled with the knowledge of His greatness…"
[Sãrangpur -1]