પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 26-9-2010, સારંગપુર
	જનમંગલ સ્વામી કહે : ‘આ ઉંમરે આપ કેટલી બધી પ્રવૃત્તિ કરો છો ? બહાર તો કેટકેટલું હાલે છે અને આપ રૂમમાં બેઠાં બેઠાં શાંતિથી સંચાલન કરો છો.’
	સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરી ગયા છે, એને બરાબર સાચવવું તો પડે ને ! હજી એ જ કામ કરે છે. કરે છે પણ એ અને પ્રવેશ પણ એમનો છે.’
	જનમંગલ સ્વામી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ તો થોડું કરી ગયા હતા. આપે તો કેટલું બધું વધાર્યું ?’
	સ્વામીશ્રી કહે : ‘થોડું કરી ગયા - એમ કહેવાય જ નહીં. બધું એમનાથી જ થાય છે, એ જ કરે છે. જિંદગીની જિંદગી જતી રહે તોય આપણાથી એમના જેટલું થાય નહીં, કેટલી મોટી વાત છે ?!’
	કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘એ કરી ગયા એ વાત બરાબર, પણ અત્યારે તો તમારામાં રહીને કરે છે ને ?’
	જનમંગલ સ્વામી કહે : ‘આપના વગર તો કોઈની પિપૂડી વાગે એમ નથી.’
	સ્વામીશ્રી કહે : ‘બીજા તૈયાર થયા છે અને સારી સેવા કરે છે.’
	જનમંગલ સ્વામી કહે : ‘ધીરજ તો તમારી. તમારા પેટમાં બધું સમાઈ જાય. બીજાએ અક્ષરધામ બાંધ્યું હોય તો અધ્ધર ને અધ્ધર જ રહે, નીચે ઉતારવો પડે ને આપ તો જેને સોંપ્યું એના પર કેટલો વિશ્વાસ ! કોઈ દહાડો કાંઈ ચિંતા પણ નહીં.’
	સ્વામીશ્રી કહે : ‘જેના સંકલ્પથી જ થયું છે, જેણે બાંધ્યું છે, એ જ ચિંતા કરે છે ને એ જ સાચવે છે. આપણે શું કરવાની ચિંતા ? એમનો પ્રવેશ થઈ ગયો અને જુઓ 800 સંતો થઈ ગયા, 800 થતાં વાર પણ ન લાગી.’
	“અમે એક બહારની સંસ્થાના મંદિરમાં ગયા હતા. ડૉક્ટર સ્વામીએ એ મંદિરના મહંતને પૂછ્યું : ‘સાધુ કેટલા છે ?’
	‘સાત.’
	‘તો સાધુ વધારો ને !’ એવું જ્યારે ડૉક્ટર સ્વામીએ કહ્યું ત્યારે મહંત કહે : ‘સાધુ તો વધારાય જ નહીં. સાધુઓનું યુનિયન થઈ જાય તો ડખા થઈ જાય, વધારે બનાવાય જ નહીં.’
	એને આટલામાં ચિંતા અને આપે તો 800 કરી નાખ્યા.”
	સ્વામીશ્રી કહે : ‘યોગીબાપાનો સંકલ્પ છે, એટલે એ બનાવે છે અને એ જ સાચવે છે.’
	જનમંગલ સ્વામી કહે : ‘એવો ચમત્કાર કરો કે તમે જુવાન થઈ જાવ. સંસ્થા જામી છે ત્યારે તમે જરા યંગ થઈ જાવ તો કેવી મઝા આવે !’
	સ્વામીશ્રી સામે બેઠેલા સંતો સમક્ષ નિર્દેશીને કહે : ‘બધા જુવાન થઈ ગયા કે નહીં ? 800 થઈ ગયા. યોગીજી મહારાજે કરી દીધા અને હવે એ ચલાવે છે.’
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-47:
                                             
                                            Considering the Virtues of the Sadhu who Speaks Harshly
                                        
                                        
                                            
	“… Furthermore, one should consider the virtues of the sãdhu who speaks to one harshly and should not think ill of him…”
	[Gadhadã II-47]