પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-2-2010, હિંમતનગર
આજે હિંમતનગરમાં શિખરબદ્ધ મંદિરનું ખાતમુહૂર્ત હતું. સ્વામીશ્રી ગાંધીનગરથી ખાસ આ પ્રસંગે અહીં પધાર્યા હતા અને પાછા ગાંધીનગર પધારવાના હતા. આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે હજારો હરિભક્તો ઊમટ્યા હતા. સ્વામીશ્રીએ શિખરબદ્ધ મંદિરના ખાતમાં પધારીને શિલાઓનું પૂજન કર્યું અને શિલાન્યાસવિધિ પણ કર્યો.
આ પ્રસંગે અનેક સંતો પણ ઉપસ્થિત હતા અને દાન કરનારા સેંકડો હરિભક્તો પણ ઉપસ્થિત હતા. આ હરિભક્તો પૈકી મુખ્ય મુખ્ય હરિભક્તો ખાતમુહૂર્તમાં સહભાગી થવા માટે ખાત સમક્ષ આવીને શિલા ઉપર સિમેન્ટ પધરાવવાનો લાભ લઈ રહ્યા હતા. સ્વામીશ્રીએ આટલા હરિભક્તોની ઉપસ્થિતિની વચ્ચે આ વિસ્તારના પાયાના હરિભક્ત વીરચંદભાઈને સંભારીને બોલાવ્યા. એ જ રીતે આ ક્ષેત્રમાં પહેલાં વિચરણ કરી આદિવાસી વિસ્તારો તેમજ હિંમતનગર ક્ષેત્રમાં સત્સંગનો વ્યાપ કરનારા શ્રીરંગ સ્વામીને પણ યાદ કર્યા. સ્વામીશ્રીએ જ તેઓને ખાસ મુંબઈથી આ પ્રસંગે બોલાવ્યા હતા. સ્વામીશ્રીના સ્મૃતિકોષમાં દરેકની સેવાને કેટલું ચિરંતન સ્થાન હોય છે ! તેનું સૌને દર્શન થયું.
Vachanamrut Gems
Gadhadã II-13:
Purity and Purpose of Shriji Maharj's Discourses
"… Please listen very attentively to what I am about to say. What I am about to say to you, I say not out of any pretence, or out of any self-conceit, or to spread My own greatness. Rather, it is because I feel that amongst all of you sãdhus and devotees, if someone can understand My message, it will tremendously benefit that person; that is My purpose in narrating it. Moreover, this discourse is based on what I have seen and realised through My own experience. In fact, it is also in agreement with the scriptures…"
[Gadhadã II-13]