પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-3-2010, સારંગપુર
આજે ચૈત્રી પડવો હતો. આજના દિવસે લીંબડાનો રસ પીવાનો ખૂબ મહિમા હોય છે. સંતોએ રૂપચોકીમાં લીંબડાનો રસ તૈયાર રાખ્યો હતો. સંતોએ વિરાટસ્વરૂપ સ્વામીને આગ્રહ કર્યો, પરંતુ આ કડવો રસ જોતાં જ તેઓ પગે લાગીને ઊભા થવા જતા હતા, પરંતુ સ્વામીશ્રીએ જ તેઓને આજ્ઞા કરી : ‘એક ઘૂંટડો પીઓ.’ સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓએ એક ઘૂંટડો રસ પીધો, એટલે તરત જ સ્વામીશ્રી કહે : ‘હવે અહીં બેઠેલા બધા જ એક એક ઘૂંટડો પીજો.’ સૌને કડવો રસ પીવાની આજ્ઞા કરી.
બહુધા મિષ્ટાન્ન આપીને સ્વામીશ્રી સ્મૃતિ આપતા હોય છે, પરંતુ ક્યારેક આવો કડવો લીંબડો આપીને પણ સ્વામીશ્રી સ્મૃતિનો અમર-રસ પિવડાવતા રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]