પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-3-2010, સારંગપુર
સંત તાલીમકેન્દ્રમાં તાલીમ લઈ રહેલા નીલકંઠસેવા સ્વામી સ્વામીશ્રીને કહે : “આપને ‘નોબલ શાંતિ પારિતોષિક’ મળવું જોઈએ એવો એક પરિસંવાદ અમારા વર્ગે કર્યો હતો. જેમાં આપને ‘નોબલ પીસ પ્રાઈસ’ કેમ મળવું જોઈએ એની બધી જ છણાવટ કરી હતી. આજે આખી દુનિયામાં આતંકવાદને કઈ રીતે નાથવો એની ચર્ચાઓ ચાલી રહી છે. મોટે ભાગે દરેક જણનો પ્રતિભાવ એ જ છે કે ‘આતંકવાદીઓ સાથે ક્રૂરતાથી જ વર્તવું જોઈએ;’ પરંતુ અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો એ વખતે આપે જે પ્રતિભાવ આપ્યો એ દુનિયામાં અદ્વિતીય હતો અને બધાને અનુસરવા જેવો લાગ્યો હતો. આપના આવા એક કાર્યથી જ આપને ‘નોબલ પીસ પ્રાઈસ’ મળવું જ જોઈએ.”
નીલકંઠસેવા સ્વામીની વાતમાં અહીં બેઠેલા તમામ સંતો સૂર પુરાવતા હતા. સ્વામીશ્રી પણ બધાની વાતો સાંભળી રહ્યા હતા. એક સંતે કહ્યું : ‘આપને ‘નોબલ પીસ પ્રાઈસ’ મળવું જોઈએ. ભલે આપની ઇચ્છા ન હોય તો આપે ના પાડી દેવી જોઈએ. તો એનાથી પણ લોકોને વિશેષ પ્રભાવ તો પડે જ ને ! સત્સંગ અનંત ગણો વધી જાય.’
સ્વામીશ્રી કહે : ‘આવો વિચાર આવે ને બધા નોબલ પ્રાઈસ આપે એવો વિચાર આવે એય ખોટું છે. વિચાર જ ન આવવો જોઈએ. આવું બધા કરે એ ઇચ્છા જ નહીં રાખવાની. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદ મળ્યા એનાથી વધારે બીજું છે જ શું ? બીજા આવું કરે એવો જે વિચાર આવે છે, એ પણ ખોટ છે. આવી ઇચ્છા થઈ એ પણ ખોટ છે. આપણે કોઈને ભલામણ કરવા જતા નથી કે કહેવા જતા નથી, પણ મનમાં તો આવી ઇચ્છા થઈ ને ! એ ઇચ્છા જ શા માટે થવી જોઈએ ?’
મધુરવદન સ્વામી કહે : ‘એ તો આપની ભાવના છે, પણ આપનો મહિમા વધે એવી ઇચ્છા અમારે તો રાખવી જ જોઈએ ને ?’
સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ મળ્યા એમાં બધું આવી ગયું. મહારાજે કહ્યું અને જોગીબાપા પણ કહે છે કે સાધુથી મોટી કોઈ પદવી નથી. હવે એનાથી વિશેષ શું છે ?’
સંતો વારાફરતી દલીલ કરતા રહ્યા. ભદ્રેશ સ્વામીએ પણ કહ્યું કે ‘આપ ઇચ્છા ન કરો એ આપની મહાનતા છે, પણ શિષ્યો તો પ્રયત્ન કરે ને ?’
સ્વામીશ્રીએ કહ્યું : ‘એવી ઇચ્છા જ કરવાની જરૂર નહીં.’
સંતો કહે : ‘અમે પણ છેવટે એવો વિચાર કરીને જ એક પંક્તિ ગાઈ હતી. એ અત્યારે ગાઈએ છીએ.’ એમ કહીને -
‘જે લોક ભોગ ત્યજીને નીસરે,
તેને શું અર્પણ કરીએ જ અમે;
કોઈ વસ્તુ નથી જગમાં,
અલમસ્ત સદા હરિના રંગમાં.’
આ કડી સૌએ ગાઈ. સ્વામીશ્રી કેવળ હસ્યા.
નીલકંઠસેવા સ્વામી કહે : ‘આપ એક વખત એવું બોલ્યા હતા કે મને તો નોબલ પ્રાઈસના પ્રાઈસના પ્રાઈસ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ મળ્યા; એમ અમારા માટે પણ નોબલ પ્રાઈસ શું ? તો આપ અમારા પીસ પ્રાઈસના પ્રાઈસ મળી ગયા.’
સ્વામીશ્રી કહે : ‘હા, હું તમને મળ્યો અને તમે અમને મળ્યા એ જ નોબલ પ્રાઈસ.’
Vachanamrut Gems
Gadhadã II-13:
Purity and Purpose of Shriji Maharj's Discourses
"… Please listen very attentively to what I am about to say. What I am about to say to you, I say not out of any pretence, or out of any self-conceit, or to spread My own greatness. Rather, it is because I feel that amongst all of you sãdhus and devotees, if someone can understand My message, it will tremendously benefit that person; that is My purpose in narrating it. Moreover, this discourse is based on what I have seen and realised through My own experience. In fact, it is also in agreement with the scriptures…"
[Gadhadã II-13]