પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામી માટે જીવવાનું રાખો ને!
									
                                    
                                        
	સ્વામીશ્રી રાત્રે શયન માટે કક્ષામાં પધારતા હતા ત્યારે સ્વામીશ્રી સાથે ફરી રહેલા વિદેશના કિશોરો ઊભા હતા. સૌ એક અવાજે બોલ્યા, 'અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે.'
	આ સાંભળતાં જ સ્વામીશ્રી ઊભા રહ્યા અને બોલ્યા, 'મરવાનું શું કરવા ? સ્વામી માટે જીવવાનું રાખો ને!'
	'અમે જીવીશું તો પણ તમારા માટે.' જિજ્ઞેશે (માયામી) સ્વામીશ્રીના વચને નિર્ધાર વ્યક્ત કર્યો,
	એટલે સ્વામીશ્રીએ બીજા કિશોરોની સામે જોઈને કહ્યું, 'તમારે શું કરવાનું છે ?'
	સૌ કહેઃ 'તમારી આજ્ઞા પ્રમાણે કામ કરવાનું છે.'
	'કયું કામ ?'
	'તમે કહો એ કામ. તમારું કામ કરવાનું છે.' કિશોરોએ સાહજિક રીતે ઉત્તર આપ્યો,
	પરંતુ સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'મારું તો કામ છે જ ક્યાં ? મહારાજ તેમજ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજનું કામ છે. એ આપણે સૌએ કરવાનું છે. વ્યવહારમાં રહીએ તો પણ એ જ કામ કરવાનું અને એમની આજ્ઞાથી સાધુ થઈએ તો પણ એ જ કામ કરવાનું.'
	પછી કહે : 'ઓલ રાઇટ. થેંક યુ.'
	આમ, સ્મૃતિ આપી પોઢવા પધાર્યા.
	તા. ૨૪-૧૨-૨૦૦૫, ભરૂચ
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-14:
                                             
                                            Shriji Maharaj's Method of Worship
                                        
                                        
                                            
	"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
	 
	[Loyã-14]