પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											હું તો સાધુ છું... 
									
                                    
                                        
	એકવાર સ્વામીશ્રી લંડનમાં મંદિરમાં સેવા લખાવવાના કાઉન્ટર પર આવી પહોંચ્યા.
	અહીં સેવા આપનાર બચુફુઆ અને કુંવરજીભાઈ તો સ્વામીશ્રીના આગમનથી આનંદિત થઈ ગયા.
	સ્વામીશ્રીએ એ બન્નેને આશીર્વાદ આપ્યા.
	બચુફુઆએ સ્વામીશ્રી સામે પહોંચબુક ધરીને કહ્યું : 'સ્વામી ! પહોંચ ફાડો.'
	સ્વામીશ્રીએ પહોંચબુક હાથમાં લીધી અને કહ્યું : 'કોનું નામ લખું ?'
	બચુફુઆ કહે : 'સ્વામી ! તમારું નામ લખો.'
	સ્વામીશ્રીની પેન અટકી ગઈ. તરત જ કહે, 'મારું નામ કેવી રીતે લખાય ? હું તો સાધુ છું. મારી પાસે પૈસા ન હોય અને મારું નામ લખ્યું હોય તો મેં પૈસા આપ્યા કહેવાય. એ કેવી રીતે બને ?'
	સ્વામીશ્રીએ પોતાનું નામ લખ્યું હોત તો પણ સ્વામીશ્રી વતી ગમે તેટલી રકમ આપનારા ઘણા ભક્તો ત્યાં ઊભા હતા. પરંતુ પોતાના નામની પૈસાની પહોંચ ફાટે તે પણ એમને મંજૂર ન હતું.
	પછી સ્વામીશ્રીએ જે જે હરિભક્તોએ સેવા લખાવી તેમનાં નામની પહોંચ ફાડી, પહોંચ પર આશીર્વાદ લખી આપ્યા.
	સ્વામીશ્રીની સાધુતાનો આ રંગ નિરાળો છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã III-19:
                                             
                                            A renunciant devotee should
                                        
                                        
                                            
	“… Therefore, a renunciant devotee of God should realise his own chaitanya to be distinct from both the body and the relatives of the body. He should believe, ‘I am the ãtmã; I have no relations at all with anyone.’ In fact, the relatives of this body should be considered together with the relatives of the 8.4 million types of previous life forms…”
	[Gadhadã III-19]