પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ફાર ઈસ્ટમાં રહેતા એક યુવકનો ...
									
                                    
                                        
	સૌને મળ્યા પછી સ્નાનાદિક વિધિથી પરવારીને ૧૧-૧૦ વાગ્યાથી સ્વામીશ્રીએ પત્રવાચન ચાલુ કર્યું. ફાર ઈસ્ટમાં રહેતા એક યુવકનો પત્ર હતો. પત્ર વાંચ્યા પછી તરત જ સ્વામીશ્રીએ ઉત્તર આપવાની જગ્યાએ એને ફોન જોડાવ્યો. વ્યાવહારિક જવાબદારી અને ખાસ કરીને પત્ની સાથેની જવાબદારીમાં તેઓ પાછા પડતા હતા, કારણ કે એને બાળક માટેની ઇચ્છા હતી નહીં, અને ઘરનાની બધાની ઇચ્છા હતી કે બાળક હોવું જોઈએ. એની પત્નીના પિતાજી તરફથી અને એ યુવકના પિતાજી તરફથી પણ સ્વામીશ્રી ઉપર આ સંદર્ભમાં પત્ર આવતા રહેતા કે 'આપ જ આને સમજાવો, તમારું માનશે, અમારું તો માનતો જ નથી.' આ સંદર્ભમાં ફોન જોડાવીને સ્વામીશ્રીએ ફોનમાં વાત કરતાં કહ્યું, 'તમે સત્સંગ કરો છો અને ભક્તિ કરો છો એ સારી વાત છે, પણ વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહારમાં પણ ધ્યાન આપવું જોઈએ. પર્વતભાઈ ખરેખરા ભક્ત હતા, પણ વ્યવહારમાં હતા તો ખેતીમાં પણ ધ્યાન આપતા અને છોકરા પણ હતા. દાદાખાચર પણ ભક્ત હતા, તેમને પણ વ્યવહારમાં કંઈ વાંધો આવ્યો નથી, બંધન થયું નથી. માટે ઘરના બધા રાજી થાય એમ કરવું. બાળક પણ થાય અને વ્યવહાર પણ ચાલે. તારે શું કહેવું છે?'
	'આપની જેવી આજ્ઞા. કુટુંબમાં બધા રાજી થાય એમ કરવું જ જોઈએ, તો જ ભગવાન ભજવાનું સુખ આવે.'
	સ્વામીશ્રી કહે, 'બરાબર છે, આશીર્વાદ છે, બધા રાજી થાય એમ કરજે.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-3:
                                             
                                            The Intelligence
                                        
                                        
                                            
	"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
	 
	[Panchãlã-3]