પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૯
ગોંડલ, તા. ૨૮-૨-'૬૧
પંચાળાના શ્રી માધવજીભાઈ યોગીજી મહારાજના દર્શને આવ્યા હતા. તેઓ રજા લઈને ઘરે જઈ રહ્યા હતા. તેમને વિદાયની શીખ આપતાં સ્વામીશ્રી કહે, 'તમારે મંદિરમાં દર્શન કરવા બે ટાઇમ જવું. ત્યાં માનસી કરવી. સૌ સાથે હળીમળીને રહેવું...' આમ, પોતાના આશ્રિતને મંદિર, મૂર્તિ, શાસ્ત્ર વગેરેનું ગૌણપણું ક્યારેય થવા દેતા નહિ.
અક્ષરદેરીમાં હંમેશાં સવારે પ્રભાતિયાં બોલાતાં. હમણાં સ્વામીશ્રીને આરામમાં ખલેલ ન પહોંચે એટલે કોઈ પ્રભાતીનાં પદો બોલતા નહિ, પરંતુ પથારીમાં આરામ કરતાં કરતાં પણ આવી સૂક્ષ્મ બાબતો સ્વામીશ્રીના ખ્યાલ બહાર જઈ શકતી નહિ. ઉપરની બાબતની જાણ થતાં તુરત જ સ્વામીશ્રીએ આજ્ઞા ફરમાવી કે 'દેરીમાં પ્રભાતિયાં કેમ નથી બોલતા ? તાણીને બોલવા. સવારે ચાર વાગ્યા પછી મારી ઊંઘ ઊડી જાય છે.' આ ઉદ્ગારોમાં સૌને સ્વામીશ્રીની પરાભક્તિનાં દર્શન થયાં અને ફરીથી દેરી પ્રભાતિયાંથી ગાજવા લાગી.
રોજ મોટા મોટા ડૉક્ટરો આવી તપાસે, પણ યોગ્ય નિદાન કે દવા ન કરી શકે. તેથી એક વખત રમૂજ કરતાં સ્વામીશ્રી કહે, 'મોટા સત્પુરુષ મળે તો જન્મ-મરણનો ફેરો ટળી જાય, તેમ જો મોટા સર્જન મળે તો રોગ મટી જવો જોઈએ, પણ આ તો રોગ વધ્યો ! માટે 'વૈદ્યની ગોળી ખાધે રોગ રહે ઊભો, ત્યારે તેની ગોળી તે શીદ ખાઈએ...' એમ કીર્તનની કડી બોલી સૌને સાચા વૈદ્યનુ રહસ્ય સમજાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
Complete Fulfilment and Overcoming the Fear of Death
"… In My mind, I feel that there are four types of devotees of God who no longer fear death and who feel completely fulfilled. These four types are: first, one who has faith; second, one with gnãn; third, one with courage; and fourth, one with affection. These four types of devotees do not fear death, and they feel fulfilled while still alive."
[Loyã-2]