પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પહેલા અવળું ચક્કર હતું...
									
                                    
                                        
	(તા. ૧૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
	દારેસલામના સુભાષભાઈએ કેન્યાની પ્રતિકૂળ અને અસલામત રાજકીય પરિસ્થિતિની વાત કરતા સ્વામીશ્રીને કહ્યું : 'કેન્યામાં તકલીફ છે, પણ દારેસલામમાં અમે અમારી રીતે પ્લેન તૈયાર રાખ્યું હતું અને મ્વાન્ઝા તેમજ અન્ય મંદિરોમાં ઉતારાની સગવડ કરી રાખી હતી. ત્યાં પણ કહેવડાવી દીધું હતું કે કાંઈ પણ તકલીફ થાય તો અમારે ત્યાં આવી જજો, બધું જ તૈયાર છે.'
	સ્વામીશ્રી કહે : 'સુભાષ બહુ તૈયાર. એને પરિસ્થિતિ જોઈને તાત્કાલિક ખબર પડી જાય કે શું કરવું જોઈએ?'
	સુભાષભાઈ કહે : 'એ બધું આપે જ શિખવાડેલું છે.'
	સ્વામીશ્રી કહે : 'ભગવાન પ્રેરણા કરે છે, આપણે શું શિખવાડવાના?'
	સુભાષભાઈ કહે, 'આપ જ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છો ને. અમારે બીજુ  ક્યાં લેવા જવું ?'
	સ્વામીશ્રી કહે : 'પહેલા અવળું ચક્કર હતું, પણ ભગવાનની દયાથી સવળું થઈ ગયું તે આવા વિચાર આવે છે.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-2:
                                             
                                            Overcoming Lust, Anger, etc...
                                        
                                        
                                            
	"… Similarly, through the bliss of one's ãtmã, one should remain fulfilled within. Externally, one should obstruct the 'inflow' of the vishays through the indriyas. This is the only definite method for overcoming lust, anger, etc. Except for this, though, they cannot be overcome by fasting alone. So please imbibe this thought firmly in your lives."
	 
	[Gadhadã II-2]