પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વભાવ ટળશે તો જ શાંતિ થશે... 
									
                                    
                                        
	(તા. ૨-૫-૨૦૦૮, સારંગપુર)
	પરદેશથી એક મહિલાનો પત્ર હતો. તેઓએ લખ્યું હતું કે મારા પતિની હૃદયના વાલ્વની સર્જરી સારી રીતે થઈ, પણ હમણાં ઘણા સમયથી મંદિરે આવતા નથી ને હરિભક્તોનો અભાવ લે છે. હું પોતે પણ કાર્યકર તરીકે સેવા તો આપું છું, પણ હું પોતે પણ અભાવ લઉં છુ. ઘરમાં પણ ખૂબ ઝઘડા થાય છે. એકબીજાનો દોષ કાઢીને ઝઘડીએ છીએ. હવે દયા કરો. મારાં જ સંતાનોને ગુસ્સાના આવેગમાં ઢોરની જેમ વર્તન કરી નાખું છુ. મને અને મારા પતિને ગુસ્સો આવે ત્યારે વાણીનો વિવેક છૂટી જાય છે. ગુસ્સો ન આવે એવું કરો.'
	પત્રનો ઉત્તર આપતાં સ્વામીશ્રીએ લખાવ્યું: 'સ્વભાવ ટળશે તો જ શાંતિ થશે. એમને લખજો કે ગુસ્સો આવે ત્યારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું અને બેમાંથી એક જણે ત્યાંથી નીકળી જવું.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-10:
                                             
                                            Eradicating one's Flaws Through Bhakti and Knowledge
                                        
                                        
                                            
	“… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad.  A person with such an understanding becomes happy.”
	[Loyã-10]