પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-8-2010, બોચાસણ
આજના દિવસે વિદ્યાનગરમાં આવેલા બી.એ.પી.એસ. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી રહેલા 250થી વધારે વિદ્યાર્થીઓ ખાસ દર્શન કરવા માટે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ પૈકીના 185થી વધારે વિદ્યાર્થીઓએ ધારણાં-પારણાં વગેરે વ્રત કર્યાં હતાં. સ્વામીશ્રી પૂજા દરમ્યાન સભામંડપમાં આ સૌ વિદ્યાર્થીઓ બેઠા હતા. સ્વામીશ્રીને આ વાતનો ખ્યાલ આવતાં જ પૂજાના અંત ભાગમાં એક સંતને બોલાવીને કહ્યું : ‘જે વિદ્યાર્થીઓએ ધારણાં-પારણાં કર્યાં હોય એ સૌ વિદ્યાર્થીઓ ઊભા થાય એવું એનાઉન્સમેન્ટ કરાવો.’
પ્રવક્તાએ જાહેરાત કરી એટલે વ્રતધારી સૌ વિદ્યાર્થીઓ ઊભા થયા. સ્વામીશ્રીએ અમીદૃષ્ટિ કરીને સૌને આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Vartãl-13:
Doing Darshan with Shraddha Causes Samadhi
“… Similarly, when a person does darshan of God’s form with shraddhã, be it the form of a king or the form of a sãdhu, his indriyas are drawn towards God. Then one attains samãdhi.”
[Vartãl-13]