પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-7-2010, દિલ્હી
અત્યારે ભોજન દરમ્યાન સ્વામીશ્રી ‘સ્વામિનારાયણ પ્રકાશ’નું શ્રવણ કરી રહ્યા હતા. લીંબડીમાં ઊજવાયેલા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો અહેવાલ વંચાઈ રહ્યો હતો. મંદિરના વર્ણનમાં એવું આવ્યું કે પૂર્વમુખે મંદિર શોભી રહ્યું છે. આ સાંભળતાં જ વાંચનને અટકાવીને સ્વામીશ્રીએ તરત જ કહ્યું : ‘પૂર્વમુખે નથી.’ એમ કહીને સેવક સંતને કહે : ‘તપાસ કરજો.’
સેવક સંતે સંતસ્વરૂપ સ્વામીને ફોન કર્યો, એટલે તેઓએ કહ્યું : ‘મંદિર ઉત્તરમુખે છે.’
સ્વામીશ્રી કેટલું ઝીણવટથી સાંભળી પણ શકે છે અને નિરીક્ષણ પણ કરી શકે છે !
Vachanamrut Gems
Gadhadã II-36:
Having nothing further to achieve
“… Then, when affection for God is developed, his vrutti continuously remains on God. When that is achieved, he has nothing further to achieve; he has become fulfilled.”
[Gadhadã II-36]