પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-6-2010, દિલ્હી
ભ્રમણ કરવા માટે સ્વામીશ્રી ટ્રેડમીલ ઉપર આવ્યા. ટ્રેડમીલ મશીનમાં અત્યારે ઝીણો ઝીણો કરન્ટ આવી રહ્યો હતો. જે કરન્ટ સ્વામીશ્રીના હાથમાં પણ અનુભવી શકાતો હતો. એ કરન્ટ ન આવે એના માટે અર્થિંગના વાયરની તજવીજ ચાલી રહી હતી.
એ દરમ્યાન પ્રિયવ્રત સ્વામી અંદર રૂમમાં પ્રવેશ્યા. તેઓને સંબોધીને સ્વામીશ્રી કહે : ‘જો, કરન્ટ લાગે છે.’
પ્રિયવ્રત સ્વામી કહે : ‘આપના કરંટની તો અમારે જરૂર છે, લગાડો ને !’
હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘લગાડે તો વળી વસમું લાગે.’
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Spiritual Status
“In addition, only the contemplation of God remains within My heart, and although I outwardly meet and mingle with devotees of God, it is solely for the benefit of their jivas. Indeed, the day when I feel that I have developed affection for something other than the devotees of God, I will consider Myself as having been dislodged from My spiritual status. However, I am confident that that would never happen…”
[Gadhadã II-33]